IPS સહિત 6 પોલીસ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, જાણો ગુજરાતના કયા શહેરમાં બની ઘટના

Gujarat Police: ગુજરાત પોલીસ સૌથી વધુ ચર્ચાનો વિષય બનતા હોઈ છે.ત્યારે આજે ફરી એકવાર ગુજરાતની પોલીસ વિવાદમાં આવી છે.જેમાં કચ્છમાં 6 પોલીસ(Gujarat Police) અધિકારી સહિત…

Gujarat Police: ગુજરાત પોલીસ સૌથી વધુ ચર્ચાનો વિષય બનતા હોઈ છે.ત્યારે આજે ફરી એકવાર ગુજરાતની પોલીસ વિવાદમાં આવી છે.જેમાં કચ્છમાં 6 પોલીસ(Gujarat Police) અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.આ સહીત ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ
ગુજરાત પોલીસ અવાર નવાર વિવાદોમાં આવતી રહે છે,ઘણીવાર લોકો પાસે ઉઘરાણીના હફ્તા માંગતા પકડાઈ જાય છે,તો અમુકવાર કેસો ન નોંધવાના કારણે ચર્ચામાં આવે છે,ત્યારે આજે ફરી એકવાર પશ્ચિમ કચ્છ CIDએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાંઆવી છે. 2015ના વર્ષનો આ બનાવ છે, જેમાં SCના આદેશ બાદ CIDએ ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ફરિયાદ ના લેવા બાબતે પોલીસ અધિકારીઓ સામે કેસ કરાયો છે. ફરિયાદીના અપહરણની ફરિયાદ પણ ના લેતા પોલીસ અધિકારીઓ સામે કેસ થયો છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે.

આ લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
તત્કાલીન SP IPS જી.વી બારોટ ,તત્કાલીન SP IPS ભાવના પટેલ ,તત્કાલીન Dy.SP વી.જે ગઢવી ,તત્કાલીન Dy.SP ડી.એસ વાઘેલા અને તત્કાલીન Dy.SP આર. ડી દેસાઈ સામે ગંભીર કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.તો આ સાથે જ ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

તો બીજી તરફ જો વાત કરીએ તો તોડકાંડમાં બદનામ થયેલી ઉના પોલીસ પર વધુ એક કલંક લાગ્યો છે. ગીર સોમનાથ પોલીસમાં રહેલા અસંખ્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને કારણે છાસવારે શર્મસાર થતો ગીર સોમનાથ જિલ્લો આજે ફરી વધુ એક વાર શર્મસાર થયો છે.

ભ્રષ્ટાચારથી વગોવાયેલી ગીર સોમનાથ પોલીસને આજે અમુક કર્મચારીઓની નિમ્નકક્ષાની હરકતથી વધુ ઘૃણાસ્પદ સ્થિતિમાં મૂકી દીધી છે.તો પોલીસે સલીમ દોસ્‍તમહમદભાઇ બ્‍લોચ મકરાણી રહે. ગીર ગઢડા નવાપર વિસ્‍તાર તા. ગીર ગઢડા (પોલીસ હેડ કો. નોકરી પોલીસ હેડ કવાર્ટર ગીર સોમનાથ), મોહન નારણભાઇ મકવાણા રહે. સોનારી ગામ તા. ઉના (પોલીસ હેડ કો. નોકરી ગીર ગઢડા પો. સ્‍ટે.) પરેશ ભીમાભાઇ શીંગો(હોમગાર્ડ-ઉના) ની અટકાયત કરી છે.