સુરતમાં સ્પા અને મસાજની આડમાં છેલ્લા કેટલાક સમયથી કુટણખાનાં(Spa in Surat) શરૂ થઈ ગયા છે જેને લઈને સગીર વયના વિદ્યાર્થીઓ પણ સ્પા અને મસાજમાં જઈ રહ્યાં છે. શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરની સૂચના હેઠળ શહેરમાં સ્પાના નામે દેહ વ્યાપારના ધંધો કરતા ઇસમોને પોલીસ શોધી રહી છે. તેની પર કાયદેસરની કાર્યવાહી કરવા A.H.TU. સેલના પો. ઇન્સ. જી.એ.પટેલ તથા તેમની ટીમને સૂચના આપવામાં આવી છે.
પાંડેસરા રોડ પરબમરોલી રોડ પર આવેલા સિધ્ધી વિનાયક પ્લેટેનીયમ શોપીંગ સેન્ટરમાં હર્બલ બ્યુટી એન્ડ સ્પા- મસાજની આડમાં ચાલતું કુટણખાનું(Spa in Surat) ઝડપાયું છે. એક હરિયાણાની મહિલા સંચાલક સ્થાનિકો સાથે મળીને બહારથી છોકરીઓ બોલાવીને આ કુટણખાનું ચલાવતી હોવાની માહિતીને આધારે AHTU ટીમે દરોડા પાડીને ચાર મહિલાઓ અને ત્રણ ગ્રાહકોને પકડી પાડ્યાં હતા, આ મામલે પાંડેસરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
AHTU ટીમના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામ સિસોદિયાને માહિતી મળી હતી કે પ્લેટેનીયમ શોપીંગ સેન્ટરના બીજા માળે “દુકાન નં.એમ-24,25 હર્બલ બ્યુટી એન્ડ સ્પા” સ્પાના માલીક રિટાબેન જોષેફ આ કુટણખાનું ચલાવી રહ્યાં છે. પોતાના સ્પા પાર્લરમાં બહારથી છોકરીઓ બોલાવીને કુટણખાનું ચલાવી રહ્યાં છે ત્યારે મસાજ પાર્લરમાં સમસુ ઝા જમિરુલ્લ ઇસ્લામ (ઉ.વ-23) (રહેવાસી-હરીનગર-૦1 ઉધના સુરત શહેર મુળ વતન વેસ્ટ બંગાળ)ને, સંચાલકની નોકરીએ રાખીને તેમજ સ્પામાં છોકરીઓને સપ્લાય કરનાર રાજા ઉર્ફે રાજ મરાઠી, સંતોષ, છોટુ બિહારીના મારફતે 4 યુવતીઓને પોતાના મસાજ પાર્લરમા બોલાવી રાખી હતી.
સ્પાના માલિક અને સંચાલકે તે તેમની પાસેથી પોતાના આર્થિક ફાયદા માટે, દેહવેપારનો ધંધો કરાવતા હતા, સ્પા મસાજની દુકાનમા આવતા ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલતો પુરી પાડતા હતા, યુવતીઓ- મહિલાઓ પાસેથી સ્પા-મસાજની આડમા પોતાના આર્થિક ફાયદા માટે કુટણખાનું ચલાવતા હતા. સંતોષકુમાર રાધેશ્યામ મહંતો ઉ.વ-36, સૈયદઅનવર નજીર હુસૈન અન્સારી ઉ.વ-23, સરાફત હુસૈન અબ્દુલ રહિમ ઉ.વ-27 નાઓ હાજર મળી આવ્યાં હતા.
દરોડા દરમિયાન કુલ રૂપિયા 24,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્પા-મસાજ પાર્લરમાં મહિલા સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી કરીને 4 યુવતીઓને મુકત કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસ મથકમાં હરિયાણાની મહિલા સંચાલક વિરોધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ સ્પા અને મસાજની આડમાં ચાલતા આવા ધંધાઓને બંધ કરવાનો આદેશ પોલીસને આપ્યો છે. જે બાદ હવે સુરત શહેરમાં પણ પોલીસ કમિશનરની સ્પેશિયલ ટીમે કાર્યવાહી કરી છે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube