શનિવારે પારડી ખડકી હાઇવે પર મળસ્કે લકઝરી બસમાં ઇકો કારમાંથી કેરીના બોક્ષ ભરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવેલા ટેન્કરે ઈકો કાર અને ઉભેલી બસને પણ અડફેટમાં લેતા ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં 5 વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી અને એકની હાલત નાજુક જાણતા વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, ખડકી હાઇવે પર એકતા હોટલ સામે મુંબઈ તરફ જવાના ટ્રેક પર શનિવારે મળસ્કે 4:30 વાગ્યે કૃષ્ણા ટ્રાવેલ્સ કંપનીની બસ નંબર RJ -06-PA -5494માં વિનોદ કિશનભાઈ ભીરભડિયા, ઈરફાન સત્તારભાઈ શેલત તેમજ નીતિન જશુભાઈ જાદવ ઈક્કો કાર નંબર GJ-14-AP -6902માંથી કેરીના બોક્ષ બસના ક્લીનર ભેરુલાલ દૂધારામ મીણા સાથે ભરાવી રહ્યા હતા.
આ દરમિયાન પાછળથી ટેન્કર નં. GJ-16-AV-1115 પૂરઝડપે આવી ઉભેલી ઈકો તથા લક્ઝરીને અડફેટેમાં લેતા ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જાણવા મળ્યું છે કે, આ અકસ્માતમાં ટેન્કર ખાડામાં ઉતરી ગયું હતું. અકસ્માત કેરી ભરતા ત્રણ અને બસ ક્લિનર તેમજ બસમાંથી લઘુશંકા માટે ઉતારેલા સંજય મોહનલાલ સુથાર મળી 5 વ્યક્તિને ગંભીર ઇજા પહોચી હતી જેથી તેમને 108માં પારડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જેમાંથી ઈરફાનની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની જાણ થતા તાત્કાલિક પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો અને આ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.