અમિત શાહ સહિતના 503 સાંસદોએ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નિશ્ચિત સમય વીતી ગયા પછી પણ પોતાની સંપત્તિ અંગે નું વિવરણ નથી આપ્યું. સંપત્તિ નિયમ 2004 મુજબ પ્રત્યેક સદસ્ય એ ચૂંટણી જીત્યાના 90 દિવસોની અંદર પોતાની સંપત્તિ નું વિવરણ આપવાનું હોય છે. આ કાયદાના નિયમ નમ્બર 3 માં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક ઉમેદવારે જે દિવસથી તે ચૂંટણી જીતે છે અથવા તો શપથ લે છે, ત્યારથી 90 દિવસોની અંદર પોતાની ચલ-અચલ સંપત્તિ, જેમાં તેના પતિ તેમજ તેના દીકરા સંયુક્ત રૂપથી માલિક અથવા તો લાભાર્થી હોય તેની જાણકારી આપવી જરૂરી છે.
વિવરણ ન આપનાર સાંસદોની યાદીમાં ગૃહમંત્રી અમીત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેલ છે. સંપત્તિ નું વિવરણ જમા કરવા સાથે જોડાયેલી આ વાત ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુર ના એક આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ આરટીઆઇ થી જાણવા મળી.
જવાબમાં એ પણ જાણવા મળ્યું કે 543 સાંસદોમાંથી ફક્ત 36 સાંસદોએ જ નિર્ધારિત સમયની અંદર પોતાની સંપત્તિનું પણ જમા કરાવી દીધું છે. તે 36 સાંસદોમાંથી 25 ભારતીય જનતા પાર્ટીના અને 8 ત્રિમૂળ કોંગ્રેસના છે.
આ ઉપરાંત એક બીજુ જનતા દળ, એક એઆઈડીએમકે અને એક શિવસેનાના સાંસદ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ, સ્મૃતિ ઇરાની, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ વગેરે સામેલ છે. નવાઈની વાત તો એ છે કે કોંગ્રેસનું એક પણ સાંસદ આ યાદીમાં સામેલ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.