રાજ્યમાં છ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને આડે હવે ત્રણેક દિવસો જ બાકી રહ્યાં છે. મતદારોને રિઝવવા રાજકીય પક્ષોએ નીતનવા તુક્કા અજમાવ્યાં છે.એક બાજુ, રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે,ગુજરાતમાં દારુબંધી અમલમાં છે ત્યારે બીજી તરફ,પેટાચૂંટણી વખતે જ છ મતવિસ્તારોમાંથી પોલીસે કુલ રૂા.57.65 લાખનો દારૂ પકડયો છે.લાખો રૂપિયાનો દારુ પકડાતાં દારૂબંદીની પોલ ઉઘાડી પડી છે.
21મીએ રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ,લુણાવાડા અને અમરાઇવાડી મતવિસ્તારમાં ચૂંટણી યોજાનારી છે. રાજ્ય ચૂંટણીપંચે આ બેઠકો પર બાજનજર રાખી છે. પંચે ચૂંટણીની તૈયારીઓને ય આખરી ઓપ આપ્યો છે.પંચના આદેશ મુજબ, પોલીસ આ તમામ બેઠકો પર કાર્યવાહી હાથ ધરી છે.1805 હિથયારો જમા કરાવાયાં છે જયારે 3326 વ્યક્તિઓ સામે સીપીપીસી એક્ટ મુજબ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
1232 વ્યક્તિઓ વિરુધ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર પણ ચૂંટણી અિધકારીઓ નજર રાખી રહ્યાં છે. આ ઉપરાંત પેટાચૂંટણીના અંતિમ તબક્કામાં પોલીસે આ છ મતવિસ્તારમાંથી કુલ મળીને 57.62 લાખનો દારુ પકડી પાડયો છે.આ જોતાં એ વાત પ્રસ્થાપિત થઇકે, દારુબંધી માત્ર કાગળ પર જ અમલમાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારુબંધીના મુદદે કરેલી ટિપ્પણી બાદ રાજકીય દંગલ શરુ થયુ હતું.
ભાજપ-કોંગ્રેસે સામસામે આક્ષેપબાજી કરી હતી ત્યારે ફરી એકવાર આ મામલે પોલીસ સામે આંગળી ઉઠી રહી છે.રાજ્ય ચૂંટણીપંચે ચૂંટણીની તૈયારીના ભાગરુપે 158 ટીમોએ 1113 સૃથળોએઇવીએમ અને વીવીપેટનુ નિદર્શન કર્યુ હતું. જેથી મતદારોને વિશ્વાસની ખાતરી થાય. આ નિદર્શનમાં કુલ મળીને 1.60 લાખ લોકોએ ભાગ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.