દારૂ બિયરની 63 બોટલો સાથે સુરતના 6 ધનિક પટેલિયા પકડાયા, ૩ લક્ઝરીયસ કાર સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત

Surat Adarsh Society youth liquor party: ગુજરાતમાં કાગળ ઉપર તો દારૂબંધી લદાયેલી છે, પરંતુ દારૂના (Liquor party Caught in Gandevi) શોખીનો ગમે ત્યાંથી દારૂ મેળવી લે છે. ત્યારે સુરતના છ માલેતુજાર ઉદ્યોગપતિઓના દીકરાઓ દારૂના મોટા જથ્થા સાથે પાર્ટી કરતા પકડાતા ચકચાર મચી છે. સુરત થી 50 કિલોમીટર દૂર આવેલા ગણદેવા ગામે ફાર્મ હાઉસમાં શનિવારે મધરાતે ઊંચા અવાજે મ્યુઝિક ના તાલે દારૂની મહેફીલ માણી રહેલા સુરતના છ પટેલિયા ને ગણદેવી પોલીસે (Gandevi Police) ઝડપી પાડ્યા હતા.

સુરત કતારગામની ખ્યાતનામ Adarsh Society ના રહીશ

સુરતની ખ્યાતના આદર્શ સોસાયટીમાં (Surat Adarsh Society youth liquor party) રહેતા મિતેષ ભરોડિયા (Mitesh Bharodiya), નિકુંજ નાવડિયા(Nikunj Navadiya), કૃણાલ ગાબાણી(Krunal Gabani) તેમજ અંબિકા નગર સોસાયટીમાં રહેતા રાજુ પટેલ(Raju Patel), પીપલોદમાં રહેતા જીગ્નેશ વિઠાણી(Jignesh Vitthani) અને અડાજણ માં રહેતા દીક્ષિત ચોવટીયા (Dikshit Chovatiya) ને પોલીસે વિસ્કી અને બિયર ને 63 બાટલી સાથે દારૂ પાર્ટી (Daru Party) કરતા પકડી પાડી હતા. આટલું જ નહીં આ નબીરાઓ પાસેથી ત્રણ લક્ઝરીયસ કાર, 9 આઇફોન મળીને 22 લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. આ નબીરાઓ પાસેથી iphone તેમજ volvo, hyundai creta, વીટારા બ્રેજા જેવી મોંધિદાટ ગાડીઓ પણ મળી આવી હતી.

ઘટનાની વાત કરીએ તો પકડાયેલા આરોપીઓ ગણદેવાના ચંદ્રિકાબેન કાનજીભાઈ પોપટભાઈ ચોવટીયાના ફાર્મ હાઉસ પર ફાર્મ હાઉસ માલિક ના દીકરા દીક્ષિતએ પાર્ટી રાખી હતી. જેમાં મોટા જથ્થામાં દારૂ ભેગો કરવામાં આવ્યો હતો, અને ઊંચા આવવા જે મ્યુઝિક વગાડી બૂમ બરાડા પાડતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રેડ કરી હતી. પોલીસે પંચના માણસો સાથે બનાવની જગ્યા પર રેડ કરવામાં આવતા આ છ વ્યક્તિઓ પાર્ટી કરતા ઝડપાયા હતા અને નશાની હાલતમાં ચિક્કાર હતા.

આરોપી પાસેથી અલગ અલગ 13 બ્રાન્ડના દારૂ અને બિયર મળી આવ્યા હતા. જ્યારે બારમાં રાખવામાં આવતા આઈસ ક્યુબ બોક્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65a, 65e , 66-1-b, 68, 85-1 , 84 116-B અને 81 મુજબ ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો અને વધુ તપાસ પી.એસ.આઇ સાગર આહીર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *