કોરોના સુરત સહિત ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં તાંડવ કરી રહ્યો છે, દરરોજ મોતનો આંકડો વધી રહ્યો છે. આ મોતના આંકડાની સાથે સાથે હોસ્પિટલોની બેદરકારીના બનાવો પણ વધી રહ્યા છે. હાલ આવો જ એક કિસ્સો સુરત શહેર માંથી સામે આવ્યો છે. સુરતની એક ખાનગી હોસ્પીટલે એવું કૃત્ય કર્યું છે જેના કારણે માનવત મરી પરવારી છે.
સુરતમાં પાંડેસરામાં આવેલી એક ખાનગી હોસ્પિટલના લોકોએ કોરોના દર્દીનો મૃતદેહ રોડ પર ફેંકી દીધો હતો. આ ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ દેખાયો હતો અને લોકોએ હોસ્પિટલ સામે હોબાળો મચાવ્યો હતો. આ આજે ઘટના વહેલી સવારે બની હતી ત્યાર પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંને પક્ષકારોની વાત સાંભળી હતી. મૃતકના પરિવારે એવો આક્ષેપ કર્યો કે, હોસ્પિટલનું બિલ ન ભરતા હોસ્પીટલે આવું કૃત્ય કર્યું છે. હાલમાં પાંડેસરા પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે.
પુત્રના પિતાએ જણાવ્યું કે, મારા પુત્રને 2 દિવસ પહેલા તાવ આવવા લાગ્યો હતો, અમે તેને ડોક્ટર પાસે લઇ ગયા, ડોકટરે દવા આપી પરંતુ સારું ન થતા અમે ફરી ડોક્ટરને વાત કરી હતી. ત્યારે ડોકટરે જણાવતા કહ્યું હતું કે, પેશન્ટને હોસ્પિટલ લાવવો પડશે અને હોસ્પિટલ લઇ ગયા તો કહ્યું કે પુત્રને દાખલ કરવો પડશે અને એક્સ રે કરાવવું પડશે આમ લગભગ અઢી હજાર રૂપિયામાં પુત્રને સારું થઇ જશે એવું ડોક્ટર દ્વારા પરિવારજનોને જણાવ્યું હતું.
મળેલી માહિતી અનુસાર તબીબે કહ્યું હતું કે એક્સ રે કરાવ્યા બાદ હજી વધારે ખર્ચ થશે, તેમણે દવા લખી આપી અને કહ્યું આ દવા લઇને આવો. 2 દિવસમાં કુલ 4500 રૂપિયાની દવા મગાવી હતી અને પછી 2 વખત દસ-દસ હજાર રૂપિયા ડિપોઝિટ કરવા કહ્યું હતું. છેલ્લે દીકરો મૃત્યુ પામ્યો અને તેનો મૃતદેહ હોસ્પિટલ બહાર રોડ પર જ ફેંકી દીધો અને દરવાજાને તાળા મારી દીધા. ત્યાર પછી અમે પોલીસને આ વાતની જાણ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.