ભગવાને આપણું શરીર એ પ્રકારે બનાવ્યું છે કે, જેમાં દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં ઊંઘ દિવસ દરમિયાન ચાલવું, બેસવું, ભોજન કરવું વગેરે શરીરમાં સૌથી સારી ક્રિયા છે. દિવસ દરમિયાન ખુબ જ ઓછું ઊભા રહેવું જોઈએ. ઉભા રહેવાની સ્થિતીમાં ગુરુત્વાકર્ષણ બળ નાભિની ઉપરના ભાગમાં પ્રભાવિત થાય છે. જેને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે.
ચાલતા સમયે અથવા ઉભા રહેતા સમયે બંને પગ ઉપર એકસરખું વજન હોવું જોઈએ. ચાલતા સમયે સૌથી પહેલા એડીવાળો ભાગ જમીન ઉપર પડવો જોઇએ. અને ત્યાર પછી પગનો આગળનો ભાગ જમીનને અડવો જોઈએ. કોઈ દિવસ ઊંચી હીલવાળા ચંપલ કે બુટ પહેરવા ન જોઈએ.
ઘરમાંથી બહાર નીકળતા સમયે સૌથી પહેલા જમણો પગ બહાર મૂકવો જોઈએ. જેના કારણે આપણે જે કાર્ય માટે જઈ રહ્યા હોઈએ તે કાર્ય ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય છે. મંદિરની અંદર પ્રવેશ કરતા સમયે પણ સૌથી પહેલા જમણો પગ મૂકવો જોઈએ. અને બહાર નીકળતા સમયે પણ સૌથી પહેલા જમણો પગ મૂકવો જોઈએ. જેનો મતલબ એ થાય છે કે, મંદિરમાંથી બહાર નીકળતા સમયે સારા કર્મો કરવા માટે સૂર્ય નાડી સક્રિય થઈ જાય છે.
સ્મશાનગૃહમાંથી બહાર નીકળતા સમયે સૌથી પહેલાં ડાબો પગ બહાર મૂકવો જોઈએ. કારણકે સ્મશાનગૃહમાંથી જો આપણે જમણો પગ સૌથી પહેલાં બહાર મૂકીએ તો આપણી સાથે ભૂત-પ્રેત પણ આવી શકે છે. આ ઉપરાંત જુગારનો અડ્ડો, પોલીસ સ્ટેશન, ન્યાયાલય, કોર્ટ આ દરેક સ્થળોએ પણ બહાર નીકળતા સમયે સૌથી પહેલા ડાબો પગ બહાર મૂકવો જોઈએ. જીવનમાં જે વસ્તુઓ તમે થવા દેવા માંગતા નથી. પરંતુ અન્ય કોઈપણ કારણોસર આપણા જીવનમાં આવી ગઈ હોય તે સમયે હંમેશાં સૌથી પહેલા ડાબો પગ બહાર મૂકવો જોઈએ. કોઈપણ જગ્યાએ ખરાબ કર્મ અથવા કુકર્મ હોય તે જગ્યાએ ડાબો પર સૌથી પહેલા મૂકવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.