આજની દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. દરેક ક્ષેત્રમાં યુવતીઓ હવે યુવાનોની સાથે ઊભા રહીને કામ કરી રહી છે. દીકરીઓએ ઓટો રિક્ષાથી લઈને ફાઇટર પ્લેન અને સમાજસેવાથી લઈને યુદ્ધના મેદાન સુધીના પરાક્રમો બતાવ્યા છે. ઇઝરાઇલની સેનામાં આના સીધા પુરાવા મળ્યા છે.
ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાનકડા કોઠડી ગામના મુળ વતની એવો મેર પરિવાર હાલ ઇઝરાયેલમાં સ્થાયી થયો છે અને ત્યાં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે. આ પરિવારની બે દીકરીઓએ વિશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયેલની સેનામાં સ્થાન મેળવીને તેમણે પોતાના પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કર્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇઝરાઇલ સેનાના લડાઇ એકમોમાં મહિલા યોદ્ધાઓની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતની બે બહેનો પણ ઇઝરાઇલની સેનામાં જોડાઈ છે. મૂળ જુનાગઢ જિલ્લાના માણાવદર તહસીલના નાના કોટડી ગામના વતની જીવાભાઇ મુળિયાસિયા અને તેનો ભાઇ સવદાસભાઇ મુળિયાસિયા બંન્ને ઇઝરાયેલના તેલઅવીવમાં સ્થાયી થયા છે.
જ્યારે રિયા મુળિયાસીયાએ પણ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ સેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે. હાલ તે ઇઝરાયેલ આર્મીમાં પ્રી સર્વિસમાં છે. જે કમાન્ડો સમકક્ષ ટ્રેનિંગ ગણાય છે. 3 માસની ટ્રેનિંગ બાદ તે અલગ અલગ પરીક્ષા આપશે. જેના આધારે તેને આર્મીમાં પોસ્ટિંગ પણ આપવામાં આવશે.
નોંધનીય છે કે, છેલ્લા 11 દિવસથી ઇઝરાઇલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ આખરે ગુરુવારે સમાપ્ત થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય યુ.એસ.ના દબાણ હેઠળ લેવામાં આવ્યો છે. ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર, ઓછામાં ઓછા 227 પેલેસ્ટાનીઓ, જેમાં 64 બાળકો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે, માર્યા ગયા અને 1,620 ઘાયલ થયા.
હમાસ અને ઇસ્લામિક જિહાદે ઓછામાં ઓછા 20 લડવૈયાઓની હત્યા સ્વીકારી છે, જ્યારે ઇઝરાઇલનું કહેવું છે કે, ઓછામાં ઓછા 130 લડવૈયાઓ માર્યા ગયા છે અને લગભગ 58,000 પેલેસ્ટાઈનોએ તેમના ઘર છોડી દીધા છે. હમાસના હુમલામાં એક ભારતીય મહિલાનું મોત પણ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.