ઘણી વખત રસ્તા પરના એવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ જાય છે. જેને જોઈને આંખો પર વિશ્વાસ કરી શકાતો નથી. જાણે તેમને જોતાં એવું લાગે છે કે, પ્રકૃતિએ તેની કેટલીક સ્વચાલિત પ્રણાલીને મનુષ્ય દ્વારા બનાવેલી વસ્તુઓમાં ફીટ કરી દીધી છે. હવે આ વીડિયો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વરસાદમાં એક રીક્ષા આપોઆપ પાછળની બાજુ ગઈ અને પોતાની જાતે જ પાર્ક થઈ ગઈ. આ બધું પ્રકૃતિનો ચમત્કાર છે. આવા ચમત્કાર ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે.
આઈપીએસ દીપાંશુ કાબરાએ આ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું છે કે, “ટેસ્લાની રિક્ષા જાતે આપમેળે જ પાર્કિંગ સિસ્ટમની સાથે.” ટેસ્લાની કાર હમણાં જ લોન્ચ થઇ છે, જેમાં અનેક પ્રકારની સીસ્ટમ છે. જે પોતાના રસ્તાઓને અનુકુળ ચાલે છે. હવે આ વાયરલ વિડીઓ જોઇને લોકો આ સાયકલની મજાક ટેસ્લા વાહન સાથે કરી રહ્યા છે. જેવી રીતે કોઈ કાર પોતાની સિસ્ટમોને કારણે પોતાની મેળે જ પાર્ક થઇ જાય તેવી જ રીતે વરસાદ અને ઝડપી પવનને કારણે આ સાયકલ પોતાની જાતે જ પાર્ક થઇ જાય છે.
#Tesla का रिक्शा, आटोमेटिक पार्किंग सिस्टम के साथ ??
VC- SM. pic.twitter.com/XssVbOee8K
— Dipanshu Kabra (@ipskabra) June 3, 2021
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડીઓમાં લોકો ખુબ જ રમુજી કોમેન્ટો કરી રહ્યા છે અને તો કેટલાક યુઝર્સ એવું લખી રહ્યા છે કે ટેસ્લાનો માલિક આ સાયકલનો વિડીઓ જોઈને આત્મહત્યા કરી લેશે. જયારે અન્ય કેટલા યુઝર્સ આ વિડીઓને ભૂત સાથે જોડી રહ્યા છે. તો કેટલાક કહી રહ્યા છે કે સાયકલ પોતાને રજનીકાંત માની રહી છે. જયારે આ વાયરલ વિડીઓને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. જયારે 3 હજાર કરતા પણ વધુ લાઈક આવી ચુકી છે. લોકો આ વિડીઓને ખુબ જ શેર કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.