સુરત શહેરમાં અવાર-નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. અસામાજિક તત્વોને નથી કોઈ પણ પ્રકારનો ડર લાગી રહ્યો કે નથી પોલીસથી ડરી રહ્યા. આ હત્યાઓની ઘટના બનતા એવું લાગી રહ્યું છે કે, જાણે સુરતમાં ગુંડારાજ આવી ગયું હોય. સતત દિવસેને દિવસે હત્યાઓની ઘટના સામે આવી રહી છે.
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં એક યુવક દ્વારા પાલિકાના લીંબાયત ઝોનના દબાણખાતાના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગઈ કાલે એટલે કે રવિવારના રોજ સાંજે કર્મચારીઓ મહાનગર પાલિકાના વાહનો પર બેઠા હતા તે સમયે મહાનગર પાલિકાનું વાહન રોકીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે કહી શકાય કે જાણે અસામાજિક તત્વોને પોલીસનો ડર જ નથી રહ્યો.
ગઈકાલે સાંજે ડુંભાલ ખાતે આવેલ મોડેલ ટાઉન પાસે રોડ વચ્ચે પાલિકાનું વાહન રોકીને દબાણખાતાના કર્મચારી પર જાહેરમાં ચપ્પુ દ્વારા હિંસક હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જયારે હાજર કર્મચારીઓ આ લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલાથી માંડ માંડ બચ્યા હતા.
પોલીસને આ સમગ્ર ઘટના અંગેની જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ દ્વારા આરોપી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. જોવાનું એ રહ્યું કે હવે ક્યારે પોલીસ દ્વારા આ અંગેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે?
અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ એક સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં એક યુવકની 4 યુવકો દ્વારા તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરીને મોતને ઘાત ઉતારી દીધો હતો. ત્યાર બાદ તે આરોપીને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.