આજકાલ સતત જાહેરમાં બર્થડેની ઉજવણીના વિડીયો સામે આવી રહ્યા છે. ઘણા વિડીયોમાં દારૂ પણ ખુલ્લેઆમ પીવામાં આવતા નજરે પડે છે. આ દરમિયાન સુરતમાં ફરી એકવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં બૂટલેગરો બાદ રાજકીય પાર્ટીના આગેવાનો સૌથી આગળ છે ત્યારે સુરત નજીક આવેલ કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતાએ પોતાની પુત્રીનો જન્મ દિવસ જાહેરમાં ઉજવી લોકોને એકત્ર કરી કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતો વીડિયો સામે આવ્યો છે.
View this post on Instagram
કોરોનાની ગાઈડલાઈન જાહેર થયા બાદ જાહેરમાં જન્મ દિવસ ઉજવણી સુરતના લોકો માટે જાણે એક પ્રસંગ બની ગયો છે. જોકે, જાહેરમાં જન્મદિવસ ઉજવવાને લઈને સુરત પોલીસ કમિશનરનું પહેલેથી જાહેરનામું હોવા છતાં પણ સુરતમાં બુટલેગરો બાદ રાજકીય આગેવાનો જાહેરમાં જન્મદિવસ ઉજવણી કરી નિયમોની ઐસીતૈસી સાથે પૌરાણિકના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા.
સતત આવા વીડિયો વાયરલ થયા બાદ હાલ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો સુરત નજીક આવેલા સચિનના કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા રાજ કુમાર સિંહનો છે. તે પોતાની પુત્રીનો જન્મ દિવસ હોવાને લઇને લોકોને મોટી સંખ્યામાં એકત્ર કરી જાહેરમાં પોતાની દીકરી પાસે જન્મદિવસની કેક કપાવી કોરોના guidelineના ધજાગરા તો ઉડાવ્યા છે પરંતુ સાથે સાથે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ ભંગ કરતાં જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે જ લોકોએ આહુતિ આપવાની શરૂ કરી છે. જોકે, આ રાજકીય આગેવાન દ્વારા પોતાની દીકરીના જન્મ દિવસની ઉજવણી તો કરી પણ ત્યાં જાહેરમાં એકબીજાને કેરી ખવડાવી મોટા પ્રમાણમાં ફોટો શૂટ પણ કર્યું હતું. આ ઉપરાંત અહીંયા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
હાલ આને લઈને પણ વિવાદ ઉભો થયો છે. જોકે, આ પ્રકારના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કર્મચારી હોય કે રાજકીય આગેવાનો તમામ વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પણ તે માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે.
આ દરમિયાન હવે જોવાનું એ રહ્યું કે, આ રાજકીય પાર્ટીના આગેવાનો વિરુદ્ધ પોલીસ કયા પ્રકારની ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરે છે. આ ઉપરાંત જે રીતે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે તેને લઈને મોટા પ્રમાણમાં સવાલો પણ ઉભા થયા છે. કારણ કે, બુટલેગરો બાદ સૌથી વધારે નિયમોનો ભંગ રાજકીય પાર્ટીના આગેવાનો અને નેતા કરી રહ્યા હોય તેવુ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.