બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં શ્રદ્ધા કપૂરનુ નામ સમાવેશ થાય છે. ખૂબ જ નાની વયે શ્રદ્ધાએ બોલિવૂડ જગતમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. ઘણી હેડલાઇન્સમા શ્રદ્ધા ફિલ્મો સિવાય પણ આવી છે. શ્રદ્ધા સુંદર હોવાની સાથે પ્રતિભાશાળી વ્યક્તિત્વ પણ ધરાવે છે. શ્રદ્ધાએ બોલિવૂડ જગતમા પોતાની કારકિર્દી નો પ્રારંભ ફિલ્મ “આશિકી-૨” થી કર્યો હતો. આ ફિલ્મ મા તેની સાથે અભિનેતા આદિત્ય રોય કપૂર હતો.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી અને શ્રદ્ધા રાતોરાત ફેમસ થઇ ગઈ હતી. આ ફિલ્મ હિટ થઇ ગયા બાદ તેને અનેક ફિલ્મોની ઓફર આવી અને તેણે તે ફિલ્મો મા પોતાના અભિનયનો જાદુ પણ પાથર્યો અને પોતાના અભિનયથી તેણે લાખો લોકોના હૃદયમા સ્થાન પણ મેળવ્યુ હતું. આ ઉપરાંત તેના હૂકઅપ્સના ન્યુઝ પણ દરરોજ આવવા લાગ્યા.
મળતી માહિતી મુજબ, શ્રદ્ધા કપૂર જાવેદ અખ્તરના પુત્ર અને બોલિવૂડના જાણીતા અભિનેતા ફરહાન અખ્તર ને ડેટ કરી રહી હતી. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ વાત નો ખુલાસો શ્રદ્ધાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. માહિતી મળી હતી કે, શક્તિ કપૂર આ સંબંધના સખત વિરોધી છે અને જ્યારે તેમને આ વાતની જાણ થઇ ત્યારે તે શ્રદ્ધાથી ગુસ્સે પણ થયા હતા.
તો ડિસેમ્બર 2017 મા શક્તિ કપૂર પુત્રી શ્રધ્ધાને ફરહાનના એપાર્ટમેન્ટ માથી વાળ ખેંચીને ઘરે પરત લાવ્યા હતા. જોકે, હવે શ્રદ્ધા અને ફરહાનનું બ્રેકઅપ થઇ ગયુ છે અને પિતા-પુત્રી વચ્ચેના બધા મતભેદો પણ દૂર થઈ ગયા છે. આ દિવસો મા શ્રદ્ધાનુ નામ અન્ય કોઈ યુવક સાથે જોડાઈ રહ્યું છે અને જો ન્યુઝ ની વાત માનીએ તો શક્તિ કપૂર પણ તે યુવક ને ખૂબ જ પસંદ કરે છે અને તેને તેના ઘરનો જમાઈ બનાવવા ઈચ્છે છે.
તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા મશહૂર ફોટોગ્રાફર રોહન શેઠને ડેટ કરી રહી છે. શ્રદ્ધા અને રોહન એકબીજાને બાળપણ થી જ ઓળખે છે અને બંને એકબીજા ના ખૂબ જ સારા મિત્રો પણ છે. રોહનના પિતા રાકેશ શેઠ પણ બોલિવૂડના મશહૂર ફોટોગ્રાફર છે. તમને જણાવી દઈએ કે, રોહન ની ઉંમર 33 વર્ષ છે, જ્યારે શ્રદ્ધા 31 વર્ષની છે. હાલ ન્યુઝ એવા રહ્યા છે કે, બંને એકબીજા ને ડેટ કરી રહ્યા છે. શક્તિ કપૂર ને રોહન ખુબ જ પસંદ છે અને તે એવુ ઇચ્છે છે કે શ્રદ્ધાના લગ્ન રોહન સાથે થાય.
રોહન શ્રેષ્ઠાની વાત કરવામાં આવે તો તે જાણીતા ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠના પુત્ર છે. રોહન એક જમાનામાં નેપાળના જાણીતા ફૂટબોલર હતા. રોહન અને શ્રદ્ધાના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર આવી ચુક્યા છે અને રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, બંને એકબીજાને બે વર્ષથી ડેટ કરી રહ્યા છે. હવે તેઓ પોતાના રિલેશનને ઓફિશિયલ જાહેર કરવા માંગે છે એટલું જ નહિ બંને પરિવાર વચ્ચે લગ્નની વાત પણ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.