રાજકોટ(ગુજરાત): કહેવાય છે કે, બાળક તો ભગવાનનું સ્વરૂપ હોય છે. છેલ્લા કેટલાય સમયથી દેશ-દુનિયાના અનેક ખૂણેથી નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સા સામે આવતા હોય છે. આ દરમિયાન રાજકોટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોતા તો એમ જ લાગે છે માનવતા ખરેખર મરી પરવારી છે.
જેમાં દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે, આ પ્રકારના નવજાતને તરછોડી દેવાના કિસ્સામાં નવજાત બાળકનું મોટાભાગે મોત નીપજતું હોય છે. પરંતુ, રાજકોટના કિસ્સામાં નવજાત માટે જ્યાં પોતાના જ માં-બાપ યમરાજ બનીને છોડી ગયા ત્યાં 108 અને સ્થાનિક લોકો વરદાન બનીને આવ્યા.
મળતી માહિતી મુજબ, રાજકોટના પડધરી ખાતે ત્યજી દિધેલું નવજાત બાળક મળી આવ્યું હતું. બાળકને તેની નાળ સાથે કપડામાં વીંટી ધૂળ નાખી તરછોડી દેવામાં આવ્યું હતું. ગામના આગેવાનો દાવર 108ને જાણ કરતા બાળકને સારવાર આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ અગાઉ પણ આવો જ એક કિસ્સો જબલપુરમાંથી સામે આવ્યો હતો જેમાં પણ એક નવજાત બાળકીને નાળ કાપેલી હાલતમાં લાલ ચુંદડીમાં વીટાળીને માતા-પિતા દ્વારા ત્યજી દેવામાં આવી હતી. અને તેના શરીર પર લાલ કીડીઓ ચટકા ભરી રહી હતી. ત્યારબાદ આ બાળકીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને ત્યાં ડોક્ટરોએ બાળકી સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.