સુરત(ગુજરાત): હાલમાં અવાર-નવાર સુરતમાંથી બાળકો ગુમ થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન પુણાગામ વિસ્તારમાંથી બે પિતરાઈ બહેનો શુક્રવારની બપોરે ઘર નજીક રમતાં રમતા અચાનક ગુમ થઇ જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જેથી પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. રાત્રે 11 વાગ્યે પરિવારજનો દ્વારા પુણાગામ પોલીસ સ્ટેશનમાં બન્ને બાળકીઓ ગુમ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ઘટનાને ગંભીરતાથી લઈ પુણાગામ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના 60 જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક બાળકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કલાકોની શોધખોળ અને CCTV ફૂટેજને આધારે બાળકીઓ મુંબઈના બાંદ્રા હોવાની સચોટ માહિતી મળતા આજે સવારે પોલીસની એક ટીમ બાળકીઓને લેવા માટે બાંદ્રા રવાના થઇ હોવાનું સામે આવ્યું છે.
આ અંગે વી.યુ.ગડરિયા (પુણાગામ પોલીસ સ્ટેશનના પીઆઇ)એ જણાવ્યું હતું કે, પુણાગામ વિસ્તારમાંથી એક 5 વર્ષીય અને 6 વર્ષીય બે પિતરાઈ બહેનો ગઈકાલે બપોરે રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. રાત્રે 11 વાગ્યે તેમના પરિવારજનો પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધવી તમામ હકીકતો જણાવી હતી. જાણવા મળ્યું છે કે, કેસની ગંભીરતા જોઈ તાત્કાલિક બાળકીઓની તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, એસીપીના માર્ગદર્શનમાં પાંચ પીએસઆઇ અને પોલીસ કર્મીઓ સહીત 55 થી 60 જણાના પોલીસ કાફલા દ્વારા બાળકીઓની શોધખોળ શરુ કરવામાં આવી હતી. શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પાર્કિંગ, અવાવરું જગ્યા, રેલ્વે ટ્રેક, સહારા દરવાજા, સંજય નગરના ફૂટપાથ વિગેરે આ સિવાય બંધ દુકાનો ખોલાવડાવી ત્યાંના સીસીટીવી કેમેરા તેમજ સંભવત સ્થળના સીસીટીવી મળી 15થી 20 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તપાસ કરવામાં આવી રહી હતી.
વધુમા જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા રાતના 11 વાગ્યથી લઈને સવાર સુધી શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે સવારે 10 વાગ્યે બંને બાળકીઓ મુંબઈના બાંદ્રા રેલ્વે પોલીસને મળી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાંદ્રા રેલ્વે પોલીસનો સંપર્ક કરી બાળકીઓ અંગે પુષ્ટિ કરવામાં આવી હતી અને બાળકીઓ ત્યાં જ હોવાની પુષ્ટિ થઇ હતી. ત્યારબાદ પોલીસની એક ટીમને બાળકીઓને લેવા માટે મુંબઈ ૨વાના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.