ભરૂચ(ગુજરાત): વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલી પી.આઈ.કંપની સામેની પલ્સ હોટલ નજીક અકસ્માતગ્રસ્ત કારમાંથી મળી આવ્યો હતો. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલી પી.આઈ.કંપની સામેની પલ્સ હોટલ નજીક ડસ્ટર કાર નંબર (GJ-19-AF-9627)નો ચાલક પુરપાટ ઝડપે જઈ રહ્યો હતો. તે દરમિયાન કાર પલ્ટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત અંગેની તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતા તે અંકલેશ્વરના ભરણ ગામનો મુકેશ અર્જુન વસાવા હોવાનું જાણવા મળ્યું હતું.
કારમાં તપાસ કરતાં તેમાંથી પોલીસને વિદેશી દારૂની 285 નંગ બોટલ મળી આવી હતી. વિદેશી દારૂના જથ્થા અંગે પોલીસે પૂછતાં તે દમણ ખાતેથી ભરી આવ્યો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે ઇજાગ્રસ્ત બુટલેગરને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે 28 હજારનો વિદેશી દારૂ અને કાર મળી કુલ 3.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.