અમુક લોકોને તાવ કે શરદી જેવી સામાન્ય બાબતોમાં હાલતાચાલતા એન્ટીબાયોટિક્સ લઈ લેવાની આદત હોય છે. એમાંય કેટલાક તો ડૉક્ટર્સને પૂછ્યા વિના જ ડહાપણ ડહોળતા હોય છે. પરંતુ આ રીતે એ લોકો તેમની જાતને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે એની તેમને જાણ નથી હોતી. તેમને એ પણ ખબર નથી હોતી કે એક રોગને ડમાવા માટે લીધીલી એન્ટીબાયોટીક બીજા રોગને પણ આમંત્રણ આપનારી બની શકતી હોય છે.
તમને જણાવી દઈએ કે જ્યારે તમે ડૉક્ટરની સલાહ વિના કોઈ એન્ટીબાયોટિક લો છો ત્યારે ખરાબ બેક્ટેરિયાની સાથે સારા બેક્ટેરિયાનો પણ નાશ થતો હોય છે. જેને કારણે તમારી રોગપ્રતિકારકતા નાશ પામે છે અને તમે બીજા કોઈ રોગોના ભોગ બનો છો.
આ ઉપરાંત આ પ્રકારની દવાઓ તમારી સ્કીન કે આંખો પર પણ સાઈડ ઈફેક્ટ કરી શકે છે. તો ઘણીવાર ઉલ્ટી, ચક્કર કે પેટમાં દુખાવા જેવી સમસ્યાઓને પણ પૂછ્યા વગર લેવાયેલી એન્ટીબાયોટિક્સ નોતરે છે. આથી સૌથી પહેલા તો એ જ ટેવ પાડો કે તમે ડૉક્ટર પાસે તમારા રોગનું ચેકઅપ કરાવ્યા બાદ જ કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક લો.
આ સિવાય એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખો કે ડૉક્ટરે આપેલી એન્ટીબાયોટિક્સ પણ કંઈ બધાને માટે અસરકારક સાબિત થાય એવું નથી હોતું. આથી ડોક્ટરે તમને લખી આપેલી એ એન્ટીબાયોટિક બીજાને માટે લાગુ પાડવી નહીં.
અને ધારોકે તમે ડૉક્ટરને પૂછ્યા વિના કોઈ એન્ટીબાયોટિક લઈ લીધી હોય અને તમને ચોવીસ કલાકમાં એ દવાની કોઈ અસર ન દેખાય તો ફરી બીજી દવા લેવાનું ટાળજો અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરજો. નહીંતર તમારી આ ઓવરસ્માર્ટનેસ તમને કે તમારા ઘરના કોઈ સભ્યને ગંભીર બીમારીઓનો ભોગ બનાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.