સુરત(ગુજરાત): એક કિલો ‘બચપન કા પ્યાર’ સુરત શહેરમાં 580 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. આ વાત સાંભળીને થોડું અટપટું જરૂર લાગશે પરંતુ આ વાત ખરેખર સાચી છે. સુરતની મિઠાઇની દુકાનમાં પણ ‘બચપન કા પ્યાર’ વેચાઇ રહી છે જેને ખરીદવા અને જોવા માટે લોકો દુર દુરથી આવી રહ્યા છે. સુરતની આ મિઠાઇની દુકાનમાં ફક્ત ‘બચપન કા પ્યાર’ જ નહી પરંતુ દેશ અને દુનિયાની સૌથી સસ્તું ગોલ્ડ એટલે કે સોનું પણ 9 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યું છે. આ બંને વસ્તુઓએ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
સોશિયલ મીડિયા પર ‘બચપન કા પ્યાર’ ગીત ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે અને આ ‘બચપન કા પ્યાર’ ને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. એવું જ કંઇક સુરતની આ 24 કેરેટ નામની મિઠાઇની દુકાનમાં જોવા મળી રહ્યું છે. જ્યાં ‘બચપન કા પ્યાર’ 580 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, ‘બચપન કા પ્યાર’ મિઠાઇના રૂપમાં હાજર છે જે આ રક્ષાબંધન પર ભાઇ અને બહેન વચ્ચે બાળપણની યાદ તાજી કરાવશે. જોકે આ મિઠાઇને બનાવનાર દુકાનદાર રાધા મિઠાઇવાળાના જણાવ્યા અનુસાર, આ મિઠાઇમાં બબલગમ ફેલ્વરનો ઉપયોગ થાય છે, જે ઘણા સમય પહેલાં બાળકોની મનપસંદ ચોકલેટ હતી. બબલગમ ફ્લેવરની મિઠાઇ ખાધા પછી ભાઇ બહેનને બાળપણની યાદ તાજી થશે. જેને કારણે તેનું નામ ‘બચપન કા પ્યાર’ રાખવામાં આવ્યું છે.
સાથે સાથે, મિઠાઇની આ દુકાનમાં 9000 રૂપિયા કિલોના ભાવની ગોલ્ડ મિઠાઇ પણ ગ્રાહકોને આપવામાં આવે છે. આ મિઠાઇને ખાવાના શોખીન લોકો ખરીદે છે. રાધા મિઠાઇવાળાના જણાવ્યા અનુસાર, ગત વર્ષે લોકડાઉનના લીધે મિઠાઇ વેચનારાઓને મોટું નુકસાન ભોગવ્યું પડ્યું હતું, પરંતુ આ વખતે જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થયા છે ત્યારે મીઠાઈઓનું વેચાણ પણ વધી રહ્યું છે. એટલું જ નહીં, વિદેશમાંથી પણ તેમના ત્યાં ગોલ્ડ મિઠાઇના ઓર્ડર આવે છે.
એક ગ્રાહકે જણાવ્યું હતું કે, ગોલ્ડ મિઠાઇ ખરીદવા પહોંચ્યા અને તેમણે 9 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાનાર એક કિલો મિઠાઇ ખરીદી જેનું તેમને બિલ પણ બતાવ્યું હતું. મંદી દરમિયાન મોંઘી મિઠાઇ ખરીદનાર ગ્રાહકે જણાવ્યું હતું કે, શોખ બડી ચીઝ હૈ અને તેના લીધે ગોલ્ડ મિઠાઇ ખરીદી છે. મળતી માહિતી અનુસાર, પોતાની પ્રોડક્ટની બ્રાંડિંગ અને માર્કેટિંગને જ્યાં કંપનીઓ અન્ય પ્રતિષ્ઠિત મોડલ વગેરે પર લાખો રૂપિયા ખર્ચ કરે છે તો બીજી તરફ આ દુકાનદારે ‘બચપન કા પ્યાર’ વાળો વાયરલ વીડિયોનો ઉપયોગ કરી પોતાની પ્રોડક્ટની માર્કેટિંગ કરવાનું શરુ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.