ફઈએ 13 વર્ષના ભત્રીજા સાથે કરી લીધા લગ્ન- સમગ્ર ઘટના જાણી આંખે અંધારા આવી જશે

આજકાલ અવાર-નવાર પ્રેમ સબંધના અનોખા કિસ્સા સામે આવી રહ્યા છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઇ ઉઠશો. પશ્ચિમ ચંપારળ જિલ્લાના બગહામાં એ અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જ્યાં રામનગર વિસ્તારમાં એક ચચેરી ફઇએ પરિવારના વિરોધ છતાં પણ ભત્રીજા સાથે લગ્ન કર્યા છે. કાકી ભત્રીજા સાથે એટલા પ્રેમમાં હતી કે, તેણે પુખ્ત બનવા માટે 6 વર્ષ સુધી રાહ જોઈ, જેથી તે લગ્ન કરી શકે. મંગળવારે બંનેના લગ્ન રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં થયા હતા. હાલ આ લગ્ન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. હાલમાં છોકરીની ઉંમર 18 વર્ષ છે અને છોકરાની ઉંમર 19 વર્ષ છે.

આપને જણાવી દઈએ કે, આ સમગ્ર બનાવ રામનગર વિસ્તારના વોર્ડ નંબર 20નો છે. જ્યાં 6 વર્ષ પહેલા આદિત્ય પટેલ પૂર્વી નરકટીયાગંજમાં તેના મામાના ઘરે એક લગ્નમાં ગયો હતો. જ્યાં તેને શિવગંજ વિસ્તારમાં રહેતા આંચલ પટેલ પાસેથી મુલાકાત થય હતી. ત્યારબાદ, બંનેએ એકબીજાને પસંદ કરવા લાગ્યા. છોકરીના પરિવારના સભ્યોએ આ બાબતનો વિરોધ કરવાનું શરૂ કર્યું, કારણ કે છોકરી સંબંધમાં છોકરાની ચચેરી ફઇ થતી હતી.

પ્રેમાળ દંપતીના આગ્રહ સામે સ્વજનો ઝૂકી ગયા
યુવતીના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યોએ તેને માર મારવાનું શરૂ કર્યું. આ છતાં પણ બંને પ્રેમીઓ વાતો કરતા રહ્યા. યુવતી 18 વર્ષની થઈ કે તરત જ તેણે તમામ બંધનો તોડી નરકટીયાગંજથી 17 કિલોમીટર દૂર રામનગરમાં તેના પ્રેમીના ઘરે આવી. ત્યારબાદ, મંગળવારે તેઓએ મંદિરમાં લગ્ન કર્યા. જેમ કે, યુવતી ઘરમાંથી ગાયબ થયા પછી તેના પરિવારના સભ્યો પણ તેને શોધતા પ્રેમીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તે પ્રેમી-પ્રેમિકાની જીદની સામે માથું ઝુકાવ્યું અને આ લગ્ન માટે સંમતી આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *