IPL ફેઝ-2માં રવિવાર (Sunday) ની ડબલ હેડરમાં સૌપ્રથમ મેચ (First Match) ચેન્નઈ સુપર કિંગ્સ તથા કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાશે. બંને ટીમે ફેઝ-2માં સતત 2 મેચ જીતી છે એટલે કે, આ મેચમાં એક ટીમ તો જીતની હેટ્રિક મારશે. આવા સમયમાં જો આ મેચ ચેન્નઈ જીતશે તો તે ફરીથી પોઈન્ટ ટેબલમાં નંબર-1 બની જશે.
કોલકાતા જો જીતશે તો 10 પોઈન્ટની સાથે રોયલ ચેલેન્જર બેંગ્લોરની બરાબરી કરી લેશે. ચેન્નઈએ છેલ્લી 5 મેચમાંથી ચારમાં કોલકાતાને હરાવી છે. આમ, MS ધોની અને મોર્ગન સામસામે અથડાશે. આમ, આજે કોનું પલડું ભારે છે એ જોયું જાય.
વેંકટેશ અય્યર મેચ વિનર સાબિત થઈ શકે છે:
કોલકાતાની ટીમ માટે સીઝનનો ફેઝ-1 સારો રહ્યો ન હતો. ટીમને 7માંથી ફક્ત 2 મેચમાં જીત મળી હતી પણ UAEમાં IPL શિફ્ટ થતા કોલકાતાએ શાનદાર વાપસી કરી છે. KKRની જીત પાછળનું મુખ્ય કારણ તેનો ઓપનિંગ બેટ્સમેન વેંકટેશ અય્યર પણ સામેલ છે. તેની આક્રમક બેટિંગનો તોડ ચેન્નઈએ શોધવાની જરૂર રહેલી છે. વેંકટેશે 2 મેચમાં 164.91ની સ્ટ્રાઈક રેટથી 94 રન કર્યા છે.
વેંકટેશની સિવાય શુભમન ગિલે બેંગ્લોરની વિરૂદ્ધ તથા રાહુલ ત્રિપાઠીએ મુંબઈ સામે આક્રમક બેટિંગ કરી હતી. જો આ 3 યુવા બેટર ફરીથી ખુબ સારી ઈનિંગ રમવામાં સફળ રહ્યા હોય તો કોલકાતાની ટીમ જીતની હેટ્રિક લગાવી શકશે.
ચેન્નઈ વિનિંગ સ્ટ્રીક જાળવી રાખવા મેદાનમાં ઉતરશે:
ચેન્નઈની ટીમ હાલમાં સર્વગુણ સંપન્ન હોય તેમ જણાઈ રહ્યું છે. આ સીઝનમાં ટીમે જે રીતે પ્રદર્શન કર્યું છે, તેને જોતા લાગી રહ્યું છે કે, તે આસાનીથી પ્લે-ઓફમાં સ્થાન મેળવી લેશે. વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડરે ચેન્નઈ સામે 46.7ની એવરેજથી રન કર્યા છે. ચેન્નઈની વિરૂદ્ધ તેણે 6 ઈનિંગમાં 4 અર્ધસદી નોંધાવી છે. ભારતમાં રમાયેલ ફેઝ-1માં તેણે 22 બોલમાં 54 રનની આક્રમક બેટિંગ કરી હતી.
બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11:
કોલકાતા નાઈટ રાઈડર્સઃ આ ટીમમાં ઓઈન મોર્ગન (કેપ્ટન), શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, સુનીલ નરેન, લોકી ફર્ગ્યૂસન, પ્રસિદ્ધ કૃષ્ણા, વરુણ ચક્રવર્તી જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ચેન્નઈ સુપર કિંગ્સઃ MS ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, મોઈન અલી, રવીંદ્ર જાડેજા, સેમ કરન, ડ્વેન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.