દુ:ખદ ઘટના: બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 7 ના મોત અને 13 ઘાયલ

મધ્યપ્રદેશ: ભારતમાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. તેવામાં મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ભિંડ જિલ્લામાં(Bhind district) બસ(bus) અને ડમ્પર(Dumper) વચ્ચે થયેલી ગંભીર ટક્કર થતા અકસ્માત સર્જાયો છે. જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ અકસ્માતમાં એક મહિલા પણ સામીલ છે. ગોહાડ ચોક પોલીસ સ્ટેશન(Gohad Chowk Police Station) વિસ્તાર પાસે આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4 લોકોની હાલત નાજુક છે. તેમને સારવાર માટે ગ્વાલિયર(Gwalior) મોકલવામાં આવ્યા છે. તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ગોહાડ હોસ્પિટલ(Gohad Hospital)માં રાખવામાં આવ્યા છે. બસ ગ્વાલિયરથી ઈટાવા જઈ રહી હતી.

જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર અને બારામુલા વચ્ચે બાંધવામાં આવી રહેલી રેલ લિંક ટનલનો એક ભાગ પડવાથી એક મજૂરનું મોત થયું હતું. આ 35 વર્ષીય મજૂર આસામનો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મજૂરની લાશ પોસ્ટ મોર્ટમ બાદ તેના વિસ્તારના લોકોને સોંપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) વચ્ચે ફરી એક વખત વિવાદ શરૂ થવા જઈ રહ્યો છે. CBI એ મુખ્ય સચિવ સીતારામ કુંટે અને પોલીસ મહાનિર્દેશક સંજય પાંડેને 100 કરોડની વસૂલાત સંદર્ભે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

જોકે, એવી માહિતી બહાર આવી રહી છે કે, બંનેએ સીબીઆઈ ઓફિસમાં આવવાની ના પાડી દીધી છે. તેમના જવાબમાં બંનેએ કહ્યું છે કે, CBI તેમની ઓફિસમાં આવીને પૂછપરછ કરી શકે છે. અગાઉ, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં રાજ્ય અને સીબીઆઈ વચ્ચે ઝઘડો થયો હતો. મહારાષ્ટ્ર સ્ટેટ એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ (MARD) એ જાહેરાત કરી છે કે, એસોસિએશનના તમામ ડોકટરો 1 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલ પર છે. હડતાલ સવારે 11 વાગ્યે શરૂ થશે અને જ્યાં સુધી ડોકટરોની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

આ દરમિયાન ઈમરજન્સી સેવાઓ વિક્ષેપિત નહીં થાય પરંતુ ઓપીડીમાં કોઈ ડોક્ટર હાજર રહેશે નહીં. ડોક્ટરો માંગ કરી રહ્યા છે કે, તેમની શૈક્ષણિક ફી માફ કરવામાં આવે, મહારાષ્ટ્રમાં છાત્રાલયોમાં સુધારો કરવામાં આવે અને બીએમસી હોસ્પિટલના નિવાસી ડોકટરોના સ્ટાઇપેન્ડમાંથી ટીડીએસ કાપવામાં ન આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *