જનતાનો રોષ કે વિપક્ષનો વિરોધ: સુરતનાં કતારગામમાં ગૃહમંત્રી વિનુ મોરડિયાના જન આશીર્વાદ યાત્રાનાં બેનરો ફાડી દેવાયા

ગુજરાત: સરકારની જન આશીર્વાદ યાત્રાને લઇ સુરત (Surat) ના કતારગામ (Katargam) વિસ્તાર (Area) માં શહેરી વિકાસ તથા ગૃહ નિર્માણમંત્રી વિનુ મોરડિયા (Vinod Moradiya) નીકળ્યા હતા.…

ગુજરાત: સરકારની જન આશીર્વાદ યાત્રાને લઇ સુરત (Surat) ના કતારગામ (Katargam) વિસ્તાર (Area) માં શહેરી વિકાસ તથા ગૃહ નિર્માણમંત્રી વિનુ મોરડિયા (Vinod Moradiya) નીકળ્યા હતા. કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં મંત્રી બન્યા પછી વિનુ મોરડીયા સૌપ્રથમવાર આવ્યા હતા. તેમનું દબદબાભેર સ્વાગત કરાયું હતું તેમજ તેમની આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપ દ્વારા બેનર ફાડવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું:
જન આશીર્વાદ યાત્રાના બેનરો અસામાજિક તત્વો દ્વારા ફાડી દેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે શહેરના સિંગણપોર ચાર રસ્તા નજીક લગાવેલ બેનરો ફાડી દેવામાં આવતા રાજકીય ચર્ચા પણ થઈ રહી છે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ જ સક્રિય છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મોડી રાતે બેનર ફાડી દીધા હોવાની ચર્ચા ચાલી રહી છે.

બેનરો ફાડવાને લઈ અનેક તર્ક-વિતર્ક:
શહેરી વિકાસ તથા ગૃહ નિર્માણ મંત્રી વિનુ મોરડિયાના બેનરો ફાડવાને લઈ કેટલાક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે ત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, વિનુ મોરડીયાને લઈ તેના જ વિસ્તારના લોકોમાં તેમની કામગીરીને લઇને પણ રોષ રહેલો છે. તેમના વિસ્તારમાં નીકળેલ જન આશીર્વાદ યાત્રાને પણ જોઈએ એવો પ્રતિસાદ મળ્યો ન હતો.

આપ તથા ભાજપ સામસામે રસાકસી જોવા મળશે:
કતારગામ બેઠક પર પાટીદારોનું વર્ચસ્વ વધારે જોવા મળી રહ્યું છે તેમજ આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી પણ ખૂબ જ સક્રિય છે. વિનુ મોરડિયાને મંત્રીપદ આવા આપવા પાછળનું સૌથી મોટું કારણ અહીં સ્થાનિક પાટીદારોને ખુશ કરવાનું માનવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, આગામી વિધાનસભામાં આ બેઠકો પર આમ આદમી પાર્ટી તથા ભાજપ સામે રસાકસી જોવા મળી શકે છે. વિધાનસભાની પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે વિનુ મોરડિયાને મંત્રીપદ આપી દેવામાં આવ્યું છે ત્યારે હવા આગળ જોયું જ રહ્યું!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *