PM મોદીએ અરવિંદ ત્રિવેદી અને ઘનશ્યામ નાયકને આપી શ્રધાંજલિ- આપણે અસાધારણ અને ઝુનૂની અભિનેતા ગુમાવ્યા

લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણ(Ramayana)માં ‘રાવણ’ની ભૂમિકા ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદી(Arvind Trivedi) નું નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીનું ગઈ કાલે રાત્રે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. તેમણે 83 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. અરવિંદ ત્રિવેદીના નિધનથી ટીવી ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ટીવી સેલેબ્સની સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તે જ સમયે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ પણ ટ્વિટર પર ફોટો શેર કરીને અરવિંદ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ(Tribute) આપી છે.

વડાપ્રધાન મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરવામાં આવી છે, જેમાં તેઓ દિવંગત અભિનેતા સાથે જોવા મળી રહ્યા છે. તસવીરમાં બંને એકબીજા સાથે હાથ મિલાવતા જોઈ શકાય છે. તેને શેર કરતા લખ્યું છે કે, ‘અમે શ્રી અરવિંદ ત્રિવેદીને ગુમાવ્યા છે, જે માત્ર એક અસાધારણ અભિનેતા જ નહોતા પણ જનસેવા માટે પણ ઉત્સાહી હતા. ભારતીયોની પેઢીઓ સુધી તેમને રામાયણ ટીવી સિરિયલમાં તેમના કામ માટે યાદ કરવામાં આવશે. અભિનેતાના પરિવાર અને ચાહકો બંને માટે સંવેદના. ઓમ શાંતિ. પીએમ મોદીની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના યુઝર્સ તેના પર ‘ઓમ શાંતિ’ લખી રહ્યા છે.

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જન્મેલા અરવિંદ ત્રિવેદીની કારકિર્દીની શરૂઆત ગુજરાતી મંચથી થઈ હતી. તેઓ ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળ્યા છે. ગુજરાતી પ્રેક્ષકોમાં તેમની સારી ઓળખ હતી. તેમના શાનદાર અભિનય માટે તેમને ઘણા પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે અરવિંદ ત્રિવેદીએ અત્યાર સુધીમાં 300 જેટલી હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી લોકોનું મનોરંજન કર્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનુ પાત્ર નિભાવનાર ઘનશ્યામ નાયક(Ghanshyam Nayak)નુ રવિવારરના રોજ નિધન થયું હતુ. ઘનશ્યામ નાયક 76 વર્ષના હતા અને ગયા એક વર્ષથી કેન્સરથી પીડિત હતા. એપ્રિલના મહિનામાં ઘનશ્યામ નાયકના ગળામાંથી કેટલાક સ્પોટ્સ મળી આવ્યા હતા. જે બાદ તેમનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતું. ઘનશ્યામ નાયક ફેન્સની વચ્ચે નટુ કાકાના નામથી ખુબ જ જાણીતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *