શરીરના રક્ત પ્રવાહમાં અવરોધ અથવા નબળી નસોને કારણે ઘણી ગંભીર બીમારીઓ ઊભી થઈ શકે છે. કારણ કે, નસો નબળી પડી જવાને કારણે લોહીનો પ્રવાહ બગડે છે અને તેના કારણે શરીરના અંગોને પૂરતું લોહી મળવાનું બંધ થઇ જાય છે. રક્ત પોતે જ શરીરના અવયવોને પોષણ પહોંચાડવાનું કામ કરે છે, તેના કારણે હૃદયરોગ, લીવરના રોગો, શારીરિક પીડા, નબળાઈ, નબળું પાચન જેવી અનેક સમસ્યાઓ ઉભી થાય છે.
આયુર્વેદિક લેખક અને નિષ્ણાત ડૉ.અબરાર મુલતાનીના મતે, નસોને મજબુત અને સ્વસ્થ રાખવા માટે અમુક ખોરાકનું સેવન કરવું જોઈએ. જે નસોને મજબૂત બનાવે છે અને લોહીના પ્રવાહમાં સુધારો કરે છે.
1. દાડમ
દાડમમાં એન્ટીઑકિસડન્ટો અને નાઈટ્રેટ્સ વધુ હોય છે, જે રક્તવાહિનીઓને આરામ અને ખોલવામાં મદદ કરે છે. આ સ્નાયુ પેશીના રક્ત પ્રવાહ અને ઓક્સિજનને સુધારવાનું કામ કરે છે.
2. ડુંગળી
દાડમની જેમ ડુંગળીમાં પણ એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધુ હોય છે, જે હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે, ડુંગળીમાં રહેલા તત્વો નસોને પહોળી કરવામાં મદદ કરે છે, જેનાથી લોહીનો પ્રવાહ સુધરે છે. આ ઉપરાંત આ ખોરાકમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે નસોના સોજાને ઘટાડીને તેને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
3. તજ
ભારતીય રસોડામાં તજ સરળતાથી મળી શકે છે. દાડમ અને ડુંગળીની જેમ તજ પણ રક્તવાહિનીઓને પહોળી કરીને લોહીના પ્રવાહમાં વધારો કરવાનું કામ કરે છે. જે ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે તજનો ઉપયોગ માનવીઓમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
4. વિટામિન સી સાથેનો ખોરાક
ત્વચાને તંદુરસ્ત બનાવવા માટે લીંબુ તેમજ વિટામિન-સી ધરાવતા નારંગી જેવા ફૂડ ત્વચાને સ્વસ્થ બનાવવા માટે ખૂબ જ અસરકારક છે. પરંતુ તેમાં હાજર એન્ટીઑકિસડન્ટો શરીરમાં બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે, જે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે અને રક્ત વાહિનીઓના સ્વાસ્થ્યને સુધારે છે.
5. ટામેટાં
શરીરમાં ACE (એન્જિયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઇમ) રક્તવાહિનીઓને સંકોચવાનું કારણ બને છે. પરંતુ ટામેટાંમાં રહેલા તત્વો ACE ને ઓછું કરીને બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. અનેક ટેસ્ટ-ટ્યુબ અભ્યાસોમાં આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.