ગુજરાત: BAPS સ્વામિનારાયણ સંપ્રદાય (BAPS Swaminarayan Sampraday) ના વડા મહંત સ્વામી (Mahant Swami) ગઈકાલે સારંગપુરથી રાજકોટના ગોંડલમાં પધારી ચુક્યા છે ત્યારે મહંત સ્વામીના આગમનને લઇને ગોંડલનું સ્વામિનારાયણ અક્ષર મંદિર (Swaminarayan Temple of Gondal) ને રંગબેરંગી રોશનીથી શણગારી દેવાયુ છે.
સાંજને સમયે મહંત સ્વામીનું આગમન થતા ખુબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરના પટાંગણમાં ખુબ મોટી સંખ્યામાં હરિભક્તો ભેગા થયા હતા. સ્વામિનારાયણ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મહંત સ્વામી ગોંડલ અક્ષર મંદિરમાં જ દિવાળીના તહેવારો ઉજવવામાં આવશે.
રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાશે:
પ્રમુખ સ્વામી પણ દર દિવાળીએ ગોંડલ અક્ષર મંદિરે આવતા તેમજ તહેવારો અહીં રહીને જ ઉજવતા હતા. મહંત સ્વામી પણ આ વર્ષ દરમિયાન દિવાળીના તહેવારો અક્ષર મંદિરમાં આયોજન થશે. દરરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે તેમજ હરિભક્તોને દર્શનનો લ્હાવો આપવામાં આવશે.
ગોંડલ મહંત સ્વામીના રોકાણના કાર્યક્રમો:
30 ઓક્ટોબરનાં રોજ રેસ્ટ ડે
31 ઓક્ટોબર સવારે પૂજા તેમજ સાંજે: રવિસભા
1 અને 2 નવેમ્બરનાં રો રેસ્ટ ડે
3 નવેમ્બરનાં રોજ કાળી ચૌદશ હોવાથી સવારે પૂજા દર્શન લાભ મળશે.
4 નવેમ્બરે દિવાળીની સવારે પૂજા તેમજ સાંજે ચોપડાપૂજનનો લાભ મળશે.
5 નવેમ્બરે નૂતનવર્ષ- સવારે 6.30 વાગ્યે મંદિર દર્શન, અન્નકૂટ આરતી, પૂજાનો લાભ મળશે.
6 નવેમ્બરે ભાઈબીજ સવારે પૂજાનો લાભ પ્રાપ્ત થશે.
7 નવેમ્બરે સવારેઃ પૂજા,તેમજ સાંજે રવિસભા.
8 નવેમ્બરે સવારે પૂજા તેમજ 9 નવેમ્બરે લાભ પાંચમની સવારે પૂજાનો લાભ મળશે. આમ, એક મહિનાનાં રોકાણ દરમિયાન મહંત સ્વામી મહારાજની ઉપસ્તિથીમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થશે કે, જેમાં સેકંડો ભાવીભક્તોને ધન્યતા અનુભવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.