સુરત(Surat): કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોન(Omicron)ના ફફડાટ વચ્ચે રિસ્કી દેશોમાંથી છેલ્લા 4 દિવસમાં સૌથી વધુ મંગળવારના રોજ 92 મુસાફરો સુરતમાં આવ્યા છે. જેમને સુરત પાલિકા તંત્ર ક્વોરોન્ટાઇન કરવાની સાથે RT-PCR ટેસ્ટિંગની પ્રક્રિયા કરી રહ્યું છે. મંગળવારના રોજ આવેલા યાત્રીઓમાં હોન્ગકોંગ(Hong Kong)ના 2 યાત્રી હોવાથી મેયરે આ અંગેની માહિતી એકત્ર કરી હતી. 4 દિવસમાં કુલ 133 પેસેન્જર્સ વિદેશથી સુરતમાં આવ્યાં છે. જે પૈકી 120ના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 80 નેગેટિવ છે જ્યારે 40ના રિપોર્ટ હાલમાં પેન્ડિંગ છે. અન્ય 13 યાત્રીઓ પ્રોસેસમાં છે.
નોર્મલ કન્ટ્રીમાંથી આવતા મુસાફરોને પણ ક્વોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે અને સાથે સરેરાશ 5 ટકા લોકોના RT-PCR કરવામાં આવી રહ્યા છે. જેમને 7 દિવસ ક્વોરોન્ટાઇન તેમજ સારવારની જરૂરિયાત હોય અને ઘરે વ્યવસ્થા ન થઇ શકે તેમ હોય તો તેઓ હોટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં રોકાઈ શકે છે. આ પ્રક્રિયા માટે પાલિકાએ શહેરની એક હોટલ તેમજ એક હોસ્પિટલમાં રહેવા માટેની કવાયત હાથ ધરી છે. જોકે હોટલ તથા હોસ્પિટલમાં રોકાણ દરમ્યાનનો ખર્ચ દર્દીએ જાતે ભોગવવાનો રહેશે.
27 નવેમ્બર બાદ કુલ 837 મુસાફરો જુદા જુદા દેશોમાંથી સુરતમાં પ્રવેશ્યા:
27 નવેમ્બરથી પાલિકાએ શરૂ કરેલી કવાયત દરમિયાન અત્યાર સુધીમાં 970 આંતરાષ્ટ્રીય યાત્રીઓ સુરત આવી ચુક્યા છે. જેમાં નોર્મલ કન્ટ્રીમાંથી 837 મુસાફરો જ્યારે 133 યાત્રી રિસ્કી કન્ટ્રીમાંથી આવ્યા છે, જેમાં મંગળવારે સૌથી વધુ 92 યાત્રીઓએ સુરતમાં પ્રવેશ કર્યો છે. કુલ 133 પૈકી 120 યાત્રીના RT-PCR ટેસ્ટિંગમાં 80 યાત્રી નેગેટિવ આવ્યાં છે. જ્યારે 40ના રિપોર્ટ હાલમાં પેન્ડિંગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.