ગુજરાત(Gujarat): રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ(Night curfew)ને લઈને સરકારે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 50-70ની વચ્ચે આવી રહ્યા છે. તો કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ઓમિક્રોન(Omicron)ની દહેશત વચ્ચે હાલમાં ભુપેન્દ્ર સરકાર કોઇ છુટ આપવાના મુડમાં નથી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપવામાં આવી નથી અને જે નિયમો અગાઉ હતા તે તમામ નિયમો યથાવત્ત જ રાખવામાં આવ્યા છે.
ગુજરાતના 8 મહાનગરપાલિકામાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે. આ કોરોનાની ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના અત્યંત ખતરનાક વેરીએન્ટે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેને જોતા રાજ્ય સરકાર દ્વારા કોરોનાના નિયમોમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવી નથી. હાલમાં કોરોનાના કેસોમાં પણ ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સતર્ક થઇ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.