દુનિયામાં મોટા ભાગના લોકો પોતાનો જન્મ દિવસ ઉજવતા હોય છે. કલબ હાઉસમાં પાર્ટી(Party), ડાન્સ, સિંગરો અને મિત્રો સાથે મળીને બર્થ ડે સેલિબ્રેશન (Birthday celebration) કરીને મોજશોખની (Hobby) પ્રવૃત્તિઓ થતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, એક પાલતુ પ્રાણી ની બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હોય. તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ તેનાથી પણ વધુ નવાઈની વાત એ જ કે ડોગ ની બર્થ ડે સેલિબ્રેશનમાં સાત લાખ રૂપિયાનો ખર્ચો યુવકે કર્યો છે.
ગુજરાતના અમદાવાદ(ahamdabad) શહેરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. માત્ર એટલું જ નહીં ડોગની જન્મ દિવસની પાર્ટીમાં ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને પણ ગરબા માટે બોલાવાઈ હતી. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે એપેડમિક એક્ટ અને રાજ્યમાં કોરોનાના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થશે.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ નિકોલ વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટમાં એક પાલતું ડોગનો બર્થ ડે ઉજવાયો હતો. જાણવા મળી રહ્યું છે કે મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ બર્થ ડે પાર્ટીમાં માલિક દ્વારા સાત લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની માહિતી સામે આવી છે.
હાલમાં ગુજરાત રાજ્યમાં આ હાઈપ્રોફાઈલ ડોગ બર્થ ડે પાર્ટી શહેરમાં ચર્ચાનો વિષય બની છે. જેના કારણે આયોજક વિરુદ્ધ નિકોલ પોલીસ ગુનો નોંધશે. જાણવા મળી રહ્યું છે કે આયોજક વિરુદ્ધ એપેડમિક એક્ટ અને જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થશે.
અમદાવાદ નિકોલ વિસ્તારમાં આવેલ મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ માં ડોગ બર્થ ડેના સેલિબ્રેશનમાં ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને પણ ગરબા માટે બોલાવાઈ હતી. તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતની કોયલ કાજલ મહેરિયા હંમેશા કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેતા હોય છે પરંતુ આજે તેઓ એક અનોખા વિવાદને લઈને ચર્ચામાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.