ગુજરાત(Gujarat): પીજી-નીટમાં 435 માર્ક આવ્યા પછી પણ મેરિટ લિસ્ટ(Merit list)માં નામ નહીં આવવાને કારણે અને ઘણાને ફક્ત 265 માર્ક આવવા છતાં પણ મેરીટ લીસ્ટમાં નામ જોઇને અડાજણ(Adajan)ના તબીબ યુવકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, અડાજણ સુરભિ રો-હાઉસ ખાતે રહેતા ડોક્ટર શ્રેયસ દીપકકુમાર મોદી (ઉવ 26)ના પિતા હીરાના વેપારી છે. ડો શ્રેયસે સ્મિમેરમાંથી પોતાનો MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે MD (એનેસ્થેસિયા)માં પ્રવેશ લેવા માટે નીટની તૈયારી કરી હતી. જોકે સોમવારના રોજ નીટનું મેરિટ લિસ્ટ જાહેર થતાં તેમનું નામ ન હોવાને કારણે તેઓ હતાશ થઈ ગયા હતા અને સોમવારના રોજ સાંજે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દેતા ફાંસો ખાઇ લીધો હતો. ત્યારબાદ અડાજણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
435 માર્ક્સ આવવા છતાં મેરિટમાં નામ નહીં:
ડો. શ્રેયસની માતાએ જણાવતા કહ્યું હતું કે પીજી, નીટની પરીક્ષામાં મારા દીકરાના 435 માર્ક હોવા છતાં તેનું નામ મેરિટમાં આવ્યું ન હતું અને તેને કારણે મારો દીકરો આ પગલું ભરવા મજબુર બન્યો.
મેરિટ લિસ્ટ જોઈને શ્રેયસ હેબતાઈ ગયો હતો:
પરિવારે જણાવતા કહ્યું હતું કે, સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં મારા દીકરાએ આપઘાત કર્યો હતો. લિસ્ટ જોઈને શ્રેયસ ભારે દુખી થઇ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.