એક મહિલાએ પતિના મૃત્યુ પછી દસ વર્ષ બાદ એક બાળકને જન્મ આપ્યો છે. તેવી ઘટના જાણવા મળી રહી છે. આ ઘટના દ્વારા દરેક વ્યક્તિના હોસ ઉડેલા જણાઈ છે. પરંતુ આ ઘટના એકદમ સાચી છે. બ્રિટનના તાલુકમાં રહેવાવાળા જેમન ના પતિ ક્રિસ નું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું.ક્રિસ ના મૃત્યુ પહેલાં તેના સ્પેરમ ભેગા કરી લેવામાં આવ્યા હતા. આઇ.વી.એફ ના કારણે આ મહિલા તેના પતિના મૃત્યુ પછી બે વખત માં બની ચૂકી છે.
મીડિયા રિપોર્ટ થી મળેલી જાણકારી અનુસાર, પતિ કેન્સરની બીમારી ના કારણે દસ વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો. પરંતુ ત્યાર પછી જેમન નામની સ્ત્રીએ પતિના મૃત્યુ પછી પણ બે બાળકને સફળતાપૂર્વક જન્મ આપ્યો છે. આ ઘટનાને ચમત્કાર જણાવવામાં આવી રહ્યો છે. જેમન અને ક્રિસે બંનેએ 2007માં લગ્ન કર્યા હતા. પરંતુ 2008માં 26 વર્ષની ઉંમરે જ ક્રિસ નું મૃત્યુ થયું હતું.
જેમન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પતિના મૃત્યુ પહેલા હંમેશા બને પોતાના પરિવારને પુરા કરવાના સપના જોતા હતા.જેમન નો પતિ પોતાના પાંચ બાળકોને ઇચ્છતો હતો. પરંતુ તેના મૃત્યુ પછી હું તેના આ સપનાઓને પૂર્ણ કરવા જઈ રહી છું. તે દરેક વાતમાં મારી સાથે રમુજી અને પોઝીટીવ વિચાર ધરાવતા હતા.
ક્રિસ ના મૃત્યુ પછી જેમન પહેલી વખત 2013માં પ્રેગ્નેટ હતી. જે સમયે પતિ ના મૃત્યુ ને પાંચ વર્ષ થયા હતા. ત્યાર પછી તેણે ફરી એકવાર 2018માં બીજા બાળકને જન્મ આપ્યો. 2013 માં જેમન દ્વારા એક છોકરાને જન્મ આપ્યો હતો. ત્યાર પછી 2018માં છોકરી ને જન્મ આપ્યો હતો.જેમન નું કેવું છે કે તેના પતિના મૃત્યુ પહેલા પોતાના બાળકોના નામ પણ બંને દ્વારા વિચાર રાખવામાં આવ્યા હતા.