150થી વધુ લોકોની હાજરી વાળા લગ્નમાં રેડ પાડતી ગુજરાત પોલીસની નજરમાં આ નેતાઓ અને આયોજકો ગુનેગાર નથી

એક તરફ દેશમાં કોરોનાએ માથુ ઉંચક્યું છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે કડક નિયમો લગાવ્યા છે. લગ્ન સમારોહમાં 150 લોકો ની મંજૂરી હોવા છતાં, બિલ્ડર લવજી બાદશાહ (Lavji badshah) ની દીકરીના લગ્નમાં હજારોની ભીડ ઉમટી હતી. સાથોસાથ સરકારી જાહેરનામાના ધજાગરા ઉડાવ્યા હતા. સુરત (Surat) ના મોટા વરાછા (Mota Varachha) વિસ્તારના ગોપીન ફાર્મ (Gopin Farm) ખાતે કરોડોના ખર્ચે ભવ્ય લગ્ન આ સમારોહનું આયોજન થયું હતું.

આટલું જ નહીં આ લગ્ન સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા. તસવીરોમાં આ કોઈ પણ ના ચહેરા ઉપર માસ્ક દેખાતું નથી. જો સામાન્ય વ્યક્તિ માસ વગર દેખાય, તો ત્યાં ને ત્યાં દંડ વસૂલતી પોલીસ, આ લગ્ન સમારોહમાં જાહેરનામાના ધજાગરા ઉદરનાર સામે કડક કાર્યવાહી કરવાને બદલે, મૂકપ્રેક્ષક બની છે. આ ભવ્ય લગ્નોત્સવમાં મંત્રીઓ અને નેતાઓએ પણ કોરોના ગાઇડલાઈન્સના ધજાગરા ઉડાવ્યા હતા. આટલું જ નહિ, આ દરેક નેતા અને મંત્રીના માસ્ક વગર ફોટા પડાવતા પણ નજરે ચડ્યા હતા.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ લગ્ન સમારોહમાં આશરે ચાર હજારથી વધુ લોકો ભેગા થયા હતા. એક તરફ કોરોના ના કેસ વધતા, સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ દરમિયાન અન્ય કડક નિયમો લાદવામાં આવ્યા છે. ત્યારે નેતાઓ અને મંત્રીઓ જ આ કોરોના ગાઇડલાઈન્સના ધજાગરા ઉડાવતા લોકોમાં રોષ અને ચર્ચાનો વિષય બન્યો છે. શું ફકત નિયમો સામાન્ય જનતા માટે જ છે? શું દંડ પણ સામાન્ય વ્યક્તિને જ ભરવાનો? શું કોરોનની ગાઇડલાઈન્સનું પાલન સામાન્ય લોકોએ જ કરવાનું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *