વલસાડ (Valsad) શહેરના સેલવાસ (Selvas) માં દોરા બનાવતી કંપનીમાં એક કામદારને એટલું દર્દનાક મોત મળ્યું હતું કે, હાજર લોકોની આત્મા કંપી ઊઠી હતી. મળતી માહિતી અનુસાર દોરા બનાવતા મશીનમાં યુવકનો પગ ફસાતાં ગણતરીની સેકન્ડોમાં મોત આંબી ગયું હતું.
દર્દનાક મોતનો LIVE વિડીયો- સેલવાસની કંપનીમાં મશીનમાં પગ ફસાતા 23 સેકન્ડમાં મોત આંબી ગયું#valsad #CCTV #live pic.twitter.com/31aViKbdaq
— Trishul News (@TrishulNews) February 5, 2022
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે, એક કામદાર કામ કરી રહ્યો છે. તે દરમિયાન અચાનક તેમનો પગ મશીનમાં ફસાઇ જાય છે, અને ગણતરીની સેકન્ડોમાં દર્દ થી કણસતી હાલતમાં મોત ને ભેટે છે.
ઘટના સર્જાતાં જ અન્ય કામદારોએ મશીન બંધ કરી, યુવકના મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સેલવાસના નરોલી વિસ્તારમાં આવેલી શ્રુતિ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આ દર્દનાક ઘટના ઘટી હતી. આ કંપનીમાં દોરા બનાવવાનું કામ થાય છે.
મૃતક કામદારની ઉમર 19 વર્ષ હતી. દરરોજની જેમ પોતાનું રોજીંદુ કાર્ય કરતા યુવકને આજે દર્દનાક મોત મળ્યું છે. ગણતરીની સેકન્ડોમાં જ યુવક નું અડધું શરીર મશીનમાં ફસાઇ ગયું હતું અને લોહીલુહાણ હાલતમાં તડપડી રહ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્યાં હાજર દરેક લોકો ડરી ગયા હતા. યુવકને બહાર કાઢવા ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે પહેલાં યુવકનું કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું.
આ ઘટનાના સીસીટીવી લોકોમાં વાઇરલ થતાં, ચારે તરફ એરેટરી મચી હતી. મોતના આ દ્રશ્યો નજરે જોનારા કામદારોના રુંવાડા બેઠા થઇ ગયા હતા. વીડિયો વાયરલ થતાં કંપનીના સંચાલક ની બેદરકારી ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે. તાત્કાલિક સારવાર ન મળતાં યુવકનો દર્દનાક મૃત્યુ થયું છે તેવા આક્ષેપો પણ કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.