યુવકે જાહેરમાં જ યુવતીના વાળ ખેંચી મોઢા પર ગડદાપાટા માર્યા- યુવતીએ ચીસો પાડી તો પથ્થર માર્યા -જુઓ તાલીબાની સજાનો LIVE વિડીયો

રાજકોટ (Rajkot) માં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક યુવતીને જાહેરમાં જ ઢોર મારમારી તાલિબાની અત્યાચાર આચર્યો હતો. તસવીરોમાં દેખાતા આ દ્રશ્યો રાજકોટના વિરપુર તાલુકાના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મહિલાઓ પર અત્યાચાર, હવે સામાન્ય વાત બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવો કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવતા, લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. એક યુવકે જાહેરમાં જ યુવતીને તાલીબાની સજા આપી હતી. વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે, યુવતીના વાળ ખેંચી ચહેરા પર અને શરીરના અન્ય ભાગો પર મુક્કા મારી રહ્યો છે.

વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં, જોનારા ના હોશ ઉડી ગયા હતા. કોઈ મહિલા સાથે આવો અત્યાચાર કેવી રીતે કરી શકે? અનુમાન છે કે, આ દ્રશ્યો રાજકોટ જિલ્લાના વિરપુર તાલુકાના છે. વીડિયો વાયરલ થતાં વિરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તપન જાનીએ કહ્યું હતું કે, અમે પણ આ વીડિયો જોયો, વિડીયો જોતા જ અમારી ટીમને તપાસ માટે આદેશ આપ્યા છે. સમગ્ર ઘટનાનો તાળ મેળવીને આગળની તાજવીજ હાથ ધરીશું.

જાણવા મળ્યું છે કે, આવો જ એક વિડીયો ગત વર્ષે 17 ઓગસ્ટના રોજ વાયરલ થયો હતો. આ ઘટના અનુસાર પરિવારના સભ્યોએ નજીવી બાબતે મહિલા પર તાલિબાની અત્યાચાર ગુજાર્યો હતો. મહિલાના પરિવારજનોએ મળીને ભેગા થઈને આ મહિલાને જાહેરમાં લાકડીઓ અને ગડદાપાટું મારી ઢોર માર માર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ગણતરીની મિનિટોમાં પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *