ખાખીની દાદાગીરી તો જુઓ! કારણ વગર સુરત પોલીસે ગરીબ વ્યક્તિને PCRમાં બેસાડીને માર્યો માર

સુરત(Surat): શહેરની પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે. સુરત શહેરની હજીરા પોલીસ(Hazira police)ની દાદાગીરી સામે આવી છે. લોકોનુ રક્ષણ કરતી પોલીસ જ માર મારી રહી છે. જેમાં એક પોલીસ કર્મચારી દ્વારા ઘરે પરત ફરી રહેલા માછીમારને માર મારવામાં આવ્યો હતો. માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી(CCTV)માં કેદ થઇ જવા પામી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો…

હજીરા પોલીસ દ્વારા એક માછીમારને માર મારવાની ઘટના સામે આવી છે. જેમાં બન્યું એવું છે કે, માછીમાર માછી મારી કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો અને આ સમયે પોલીસ દ્વારા તેની ગાડી ઉભી રાખવામાં આવી હતી અને તેને PCR વાનમાં બેસાડીને ગાલ પર લાફાવાળી શરુ કરી દીધી હતી. ત્યારે પોલીસ તંત્ર સામે એક સવાલ તો જરૂર ઉઠે કે, આ પોલીસને હાથ ઉઠાવવાની સતા આપી કોણે?

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. માછીમારે પોલીસકર્મી પર આરોપ લગાવતા કહ્યું છે કે, મને કોઈ પણ પ્રકારના કારણ વગર માર મારવામાં આવ્યો છે. ત્યારે આ મામલો વધુ બીચકયો છે અને ભોગ બનનાર માછીમારોએ માર મારનાર પોલીસકર્મી વિરુદ્ધ પોલીસ કમિશનરમાં અરજી દાખલ કરવામાં આવી છે.

માછીમારે જણાવતાં કહ્યું છે કે, અમે એક્ટીવા ઉપર ઘરે જઈ રહ્યા હતા તે વખતે નીલાંચલ સ્ટુડિયો ચાર રસ્તા પાસે પચોહ્યા હતા અને પિતરાઈ ભાઈને માછલી આપી રહ્યા હતા. તે સમયે PCR વાનમાં આવેલ ડ્રાઇવર તથા અન્ય કોન્સ્ટેબલ સાથે આવેલ વ્યક્તિ અમારી ગાડી ની ચાવી લઇ લીધી હતી. ત્યારે અમે કહ્યું કે, મારી ગાડી ની ચાવી કેમ કાઢી? અમે તો એવો કયો ગુનો કર્યો છે? તમને ચાવી કાઢવા નો અધિકાર કોણે આપ્યો? તેમ કહેતા પોલીસ કર્મચારી ગુસ્સે થઇ ગયો હતો અને માછીમારને આઠથી દસ લાંફા ઝીંકી દીધા હતા. જેને કારણે માછીમારને ચક્કર આવવા લાગ્યા હતા અને હમણાં કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતુ જ્યારે ડાબા કાનની નીચે નખ માર્યા હતા. વધુમાં માછીમારે જણાવતા કહ્યું છે કે, સત્તાના જોરે અમને માં બહેન સામે ગંદી ગંદી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પ્રકારે કોઈ કારણ વગર એક માછીમારને માર મારવો કેટલું યોગ્ય કહી શકાય? પોલીસકર્મીને હાથ ઉપાડવાની સત્તા આપી કોણે? ખાખી વર્દી હોય એટલે શું અલગ જ પ્રકારનો પાવર દેખાડવાનો? હાલમાં તો આ મામલે અરજી દાખલ કરવામાં આવી છે. આગામી સમયમાં જોવું જ રહ્યું કે, પોલીસકર્મી વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *