ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ બાદ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યનું રાજકારણ પણ ખૂબ જ ગરમ છે. તેનું એકમાત્ર કારણ છે, ખોડલધામ ચેરમેન નરેશ પટેલનો રાજકારણ પ્રવેશ. એટલેથી ના અટકતા રાજકારણમાં જ્યારથી આમ આદમી પાર્ટી દિલ્હીના શિક્ષણમંત્રી સિસોદિયા દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને ચેલેન્જ આપ્યા બાદ ગુજરાતનું રાજકારણ ખૂબજ ગરમાગરમી વાળું થઈ ચૂક્યું છે.
એક તરફ આમ આદમી પાર્ટી જ્યારે ભારત દેશમાં શિક્ષણ અને સ્વચ્છ રાજનીતિની વાતો કરી રહી છે. ત્યારે ગુજરાતમાં જ સુરત વિપક્ષ નેતા આઠ પાસ છે. આ બધું આમ આદમી પાર્ટીમાં ઘણા બધા નેતાઓ છે. કે જેઓ અભણ છે. ત્યારે દિલ્હીના શિક્ષણ મંત્રીએ ગુજરાતના શિક્ષણ મંત્રીને ચેલેન્જ આપતાં રાજકારણ વધુ પ્રમાણમાં છે.ત્યારે કોંગ્રેસના નેતા શિક્ષણ મામલે મેદાનમાં આવ્યા છે અને કેજરીવાલ અને સિસોદીયાને વિચારતા કરી દીધા છે.
જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલએ દિલ્હીના શિક્ષણમંત્રીના દાવાઓ પોકળ અને તદન વાહિયાત હોવાના આક્ષેપો સબુત અને આંકડાકીય માહિતી સાથે રજુ કરતાજ દિલ્હી સહીત ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. શું દાવા અને આક્ષેપ કરવામાં આવ્યા છે? વાંચો અહિયાં:
મનહરભાઈ પટેલ આજે પોતાના આકરા અંદાજમાં જોવા મળ્યા હતા અને કહ્યું હતુ કે, ગુજરાત હોય કે દિલ્હી શિક્ષણ સેવામા વાહ વાહી લુટતા ભાજપા–આપની શિક્ષણ કાર્ય પદ્ધતિ શિક્ષણની અધોગતિ વધારનારી છે. આપણે ત્યાં કેહવત છે ને? “આવ ભાઇ હરખા, આપણે બન્ને સરખા”, તે મુજબ શિક્ષણ બાબતે ભાજપાએ ગુજરાતનુ સત્યાનાશ કર્યું અને “આપ” ના શાસનમા કેજરીવાલ સરકારે ખુબ સારુ કાર્ય કર્યુ એવા ઢોલ આખા દેશમા ટિપ્યા પરંતુ ૧૩.૧૦.૨૦૨૧ ના રોજ RTI ની માહિતી દિલ્હીની “આપ” ની સરકારે શિક્ષણ બાબતે જે ઢોલ ટીપ્યા તેનો પર્દાફાસ કરે છે.
વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૪ સતત કોંગ્રેસની સરકારમા CBSC શાળાઓનુ પરિણામ અનુક્રમે ૨૦૧૧ માં ૯૯.૦૯%, ૨૦૧૨ માં-૯૯.૨૩%, ૨૦૧૩ માં-૯૯.૮૧%, ૨૦૧૪ માં -૯૯.૮૧% રહ્યું હતું. જ્યારે ૨૦૧૫ થી આપ પાર્ટીની સરકારના કાર્યકાળ દરમિયાન અનુક્રમે ૨૦૧૫ માં -૯૫.૮૧%, ૨૦૧૬માં – ૮૯.૨૫%, ૨૦૧૭માં – ૯૨.૪૪%, ૨૦૧૮માં – ૬૮.૯૦%, ૨૦૧૯માં – ૯૧.૫૮%, ૨૦૨૦માં – ૮૨.૬૧%.
આવી રીતેજ જો આપણે કોના કાયઁકાળમા કેટલી શાળાઓ ૧૦૦ % પરિણામ આપતી સંખ્યાની વિગત જોઇએ. કોંગ્રેસની સરકારમાં વર્ષ ૨૦૧૧-૩૨૬ શાળાઓ, ૨૦૧૨ – ૪૦૦ શાળાઓ, ૨૦૧૩ – ૫૯૭ શાળાઓ, ૦૧૪ – ૪૧૮ CBSC શાળાઓ ૧૦૦ % પરિણામ આપતી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકાળમાં વર્ષ ૨૦૧૫થી ૧૦૦ % પરિણામ આપતી સંખ્યાની વિગત કઈક આવી છે.૨૦૧૫ – ૨૭૧ શાળાઓ, ૨૦૧૬ – ૨૮૯ શાળાઓ, ૨૦૧૭ – ૨૮૨ શાળાઓ, ૨૦૧૮ – ૪૮ શાળાઓ,અને તેમા પણ ૧૫૭ શાળાઓમા ૫૦ % થી ઓછુ પરિણામ અને ત્યારબાદના વર્ષ
૨૦૧૯ – ૧૪૭ શાળાઓમા અને ૭૩ શાળાઓમા ૫૦ % કરતા ઓછુ પરિણામ.
કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન દિલ્હીમાં ૨૦૧૫ પહેલા CBSC ના વિદ્યાથીઁની સંખ્યા ૧,૮૦,૦૦૦ થી ૨,૨૮,૦૦૦ રહેતી હતી, તે કેજરીવાલની સરકાર આવતા આ સંખ્યા ધીરે ધીરે ઘટીને ૧,૩૬,૦૦૦ થી ૧,૫૩,૦૦૦ જોવા મળી. કેજરીવાલ સરકારમા જે વિદ્યાથીઁઓ ૮૦ % પરિણામ લાવે તેને ૨૫૦૦ રુપિયા શિષ્યવૃતિ આપવાની જાહેરાત કરી હતી, આવા ૮૦,૦૦૦ લાયક વિદ્યાથીઓને કેજરીવાલ સરકારે શિષ્યવૃતિ ન આપી.
“આપ” ના ચુંટણી ઢંઢેરામા પોઇન્ટ નંબર -૧૯ મા ૫૦૦ સરકારી શાળાઓ બનાવવાનો વાયદો હતો, પરંતુ ૫૦ શાળા પણ નથી બની શકી. એવી રીતે પોઇન્ટ નંબર – ૨૧ મા ૨૦ કોલેજ બનાવવાનો વાયદો હતો એમાથી એક પણ બની નથી. એટલે સતા મેળવવાની ભાજપાની પધ્ધતિથી અખત્યાર કરીને તે દિશા ઉપર દોટ મુકીને જનતાને જુઠા વચનોની લાણી કરી અને કોંગ્રેસના પાયા પડેલા જનસેવા કાયોઁના પરિણામને ભુલવી તેની નિંદા કરીને સતાને મેળવનારાઓને સત્યનો સામનો કરવોજ પડશે.
આજે ભાજપા – આપ બન્ને પોતાના શિક્ષણના મોડલને ચડીયાતા દેખાડવાની હોડ લાગી છે, બન્ને પક્ષના મોભીઓ કોંગ્રેસની ધરોહરે ઉભી કરેલી વ્યવસ્થા અને ઇમારતોને ક્ષણિક ભુલીને શિક્ષણની કલ્પના કરશો એટલે આપની સરકારોએ કરેલી અસલ ઉપલબ્ધીઓ સામે આવે તેનાથી તમારી હોંશ ઠેકાણે આવી જશે.
કાઈ પણ કર્યા વગરની વાહ વાહી લુટવી ખુબ સહેલી છે લુટો અને જનતાને ગુમરાહ કરતા રહો પરંતુ એનો પણ એક સમય હોય છે ત્યા સુધી…જનતા જાણે છે કે શિક્ષણનો વ્યાપ વધારવાનુ કાયઁ આ દેશના ખુણે ખુણે કોણે કયુઁ.એટલે આ બન્ને પક્ષ સાથે કોંગ્રેસ પક્ષે દેશમા તમામ રાજ્યોમા કરેલ શિક્ષણ સેવાની વિરાસતને લઈને ચર્ચા કરવા તૈયાર છે.
આમ ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલએ માત્ર સિસોદયા જ નહિ પણ આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાને ખુલ્લી ચેલેન્જ આપીને સાથે સાથે સત્ય અને સબુત સાથે ચેલેન્જ આપી છે. એટલુજ નહિ પણ શિક્ષણ ના નામે ચરી ખાતા અને ભાજપા આપ જેવા શિક્ષણ ના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેવા લોકોનું ચીરવસ્ત્રાહરણ મનહર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.