હાલમાં સૈનિકોને વેકેશનના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે વારાફરતી અમુક અમુક જવાનોની ટોળકીઓને પોતાના વતન મોકલવામાં આવે છે અને ત્યારબાદ તેઓને પાછા બોલાવવામાં આવે છે. થોડા દિવસ પહેલાં જ વેકેશનમાં ટીલા ખેડામાં પોતાના ઘરે આવેલા સૈનિકનો શુક્રવાર રાત્રે માણસા નજીક માર્ગ પર એક અકસ્માતને કારણે મૃત્યુ થયું હતું. રવિવારના દિવસે એટલે કે, આજે તેને ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
મળતી માહિતી અનુસાર પીલિયામંડી તિલા ખેડા(Piliyamandi Tila Kheda) ના રહેવાસી ૩૪ વર્ષીય હરીશકુમાર અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) ફરજ બજાવતા હતા. સૈનિકો થોડા દિવસની રજા પર પોતાના વતન આવ્યા હતા. તેઓ ૧૧ એપ્રિલે પોતાની ડ્યુટી પર પાછા ફરવાના હતા. શુક્રવારના દિવસે તે માણસામાં તેના કાકા હિંમત લોહાર ને મળવા ગયા હતા. પીપળીયામંડી પરત આવી રહ્યા હતા ત્યારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ માણસા વિસ્તારમાં લોડકિયા-મહાગઢ વચ્ચે કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, કાર કાબૂ બહાર જઈને ઈલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ, જેના કારણે સૈનિક હરીશકુમારનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
રવિવારે, સૈનિકને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. મળતી માહિતી મુજબ, સૈનિક હરીશકુમાર ત્રણ વર્ષ બાદ નિવૃત્ત થવાના હતા. હરીશકુમારને બે પુત્રો છે, આઠ વર્ષનો નિહાલ અને 10 વર્ષનો જીગર. શનિવારે સવારે આ ઘટનાની જાણ થતાં જ તીલાખેડા વિસ્તાર સહિત શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તિલાખેડિયામાં બાલાજી મંદિર પાસે, સૈનિક હરીશકુમારના પિતાની ટેલરિંગની દુકાન છે. ત્યાં આવેલા લોકોની આખો ભીની થઇ ગઈ હતી.
નીમચના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, અકસ્માતની જાણ ત્યાના સ્થાનીક લોકોને થતા 100 નંબર ડાયલ કરીને પોલીસ ને જાણ કરી દીધી હતી. ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સેનાના જવાનને શહેરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.
શનિવારે સવારે તહસીલદાર મનોહરલાલ વર્મા, એસડીઓપી સંજીવ કુમાર મુલય, સ્ટેશન ઈન્ચાર્જ કન્હૈયાલાલ ડાંગી, ધારાસભ્ય અનિરુદ્ધ માધવ મારુ સહિત સંબંધીઓ સહિત અનેક મહાનુભાવો હોસ્પિટલ પહોંચ્યા હતા. સૌએ સાથે મળીને બે મિનિટનું મૌન પાળીને જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. મૃતદેહને તિરંગામાં લપેટીને સંપૂર્ણ સન્માન સાથે પીપળીયા મંડી મોકલવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.