દિલ્હીની શાળા શિક્ષકોના પગાર અડધા, પ્રવાસી શિક્ષકોથી ચાલે છે સરકારી શાળાઓ- 700+ શાળામાં આચાર્ય પણ નથી

હાલ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતમાં તમામ પક્ષોએ તૈયારીઓ આદરી દીધી છે. અને સૌ પક્ષના કાર્યકર્તાઓ અંદરખાને તૈયારીઓમાં લાગી પડ્યા છે. પંજાબમાં આમ આદમી પાર્ટી…

હાલ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતમાં તમામ પક્ષોએ તૈયારીઓ આદરી દીધી છે. અને સૌ પક્ષના કાર્યકર્તાઓ અંદરખાને તૈયારીઓમાં લાગી પડ્યા છે. પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ જીત મળતા જ ગુજરાતના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે. તેમજ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીની ગુજરાત મુલાકાતના કારણે ગુજરાતની રાજનીતિમાં નવો પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયું છે.

ગુજરાતમાં  દિલ્હીના શિક્ષણ મંત્રીની ગુજરાત મુલાકાત અને ગુજરાતમાં આવીને ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લઈને આપ ગુજરાતમાં આવનારી ચુંટણી જીતવા માટે નવી નવી રાજકીય રમતો રમી રહ્યા છે. ત્યારે ગુજરાતના કોંગ્રેસના પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના સીનીયર અને અનુભવી ખેડૂત નેતા તરીકે ઓળખાતા મનહરભાઈ પટેલે ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે. વાંચો શું લખ્યું છે:

મનહર પટેલના જણાવ્યા અનુસાર દરેક ગુજરાતીઓને જાણીને આંચકો લાગશે કે ભાજપ અને આપ દ્વારા મફત અને ઉત્તમ શિક્ષણની વાતો કરવામાં આવે છે. એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હીમાં અપાય રહેલા મફત શિક્ષણની વાતો કરી રહ્યા છે. તો ગુજરાતમાં ભાજપ પણ શ્રેષ્ઠ શિક્ષણ આપવાના દાવા કરી રહ્યું છે. પણ આજે ગુજરાતમા આશરે ૨૫,૦૦૦ શિક્ષકોની ઘટ અને દીલ્હીમા ૨૪,૫૦૦ શિક્ષકોની ઘટ છે, ભાજપા-આપ નુ આ વિશિષ્ટ મોડલ છે, છતાં બન્ને પક્ષો પોતાના અલગ – અલગ મોડલ બનાવીને દેશની જનતાને છેતરવા નિકળ્યા છે.

આજે જણાવી દઈએ કે કોંગ્રેસે માત્ર દિલ્હી કે ગુજરાત માજ નહી પણ સમગ્ર ભારતદેશમાં શિક્ષણવ્યવસ્થાનો મજબુત,અને ભવ્ય વિરાસતના નાખેલા પાયા પર દેશ ઉભ્યો છે. જેના પર આજે આખો દેશ આગળ વધતો રહ્યો છે.દિલ્હી સરકારમા આજે ૨૨,૦૦૦ “ગેસ્ટ શિક્ષકો” અધુરા વેતનથી નોકરી કરે છે, તેમનો પગાર વધારો શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીએ મંજુર કર્યો હોવા છતાં તમામ ગેસ્ટ શિક્ષકોને તેનો પગાર વધારો ચુકવાતો નથી.

દિલ્હી શિક્ષણ મોડલના સાચા પ્રણેતા તત્કાલિન મુખ્યમંત્રી શિલા દિક્ષીત હતા, તેમની “ ‘રુપાંતર”અને “બાલા” નામની બે યોજના દિલ્હી શિક્ષણની સૌથી મોટી ઉપલબ્ધી છે. દિલ્હીના કથળતા શિક્ષણ ઉપર કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ધ્યાન કેન્દ્રીત કરે અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવે. દિલ્હીના શિક્ષણ વ્યવસ્થા અંગે ખુલાસા કરતા મનહરભાઈ પટેલ આગળ જણાવી રહ્યા છે તે મુજબ.

દિલ્હીના મુખ્યમંત્રી શિલા દિક્ષીતના કાર્યકાળ દરમ્યાન શિક્ષણમા કરેલા વ્યાપક ફેરફારો અને ઉભી કરેલી માળખાગત સુવિધાઓની ફલશ્રુતિને લઈને દિલ્હીના શિક્ષણ સ્તર સુધર્યુ અને ખુબ મોટા ફેરફારો આવ્યા જેની નોંધ દિલ્હી જ નહી પરંતુ સમગ્ર દેશે લીધી છે, આમ છતા જેમનો જે કાર્યોમા એક તસુભાર યોગદાન નથી તેવી દિલ્હીની કેજરીવાલ સરકાર અને તેની આપ ની ટીમ ૧૫ વર્ષના કોંગ્રેસ શાસનની સેવાને અવગણીને તેનો સીધો શ્રેય પોતાના પક્ષનો ગણાવી રહી છે.

કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ આ બાબતે વધુ જણાવે છે કે, દિલ્હીના શિક્ષણ મોડલના સાચા પ્રણેતા તત્કાલિન મુખ્યમંત્રી શિલા દિક્ષીત હતા, તેમને “રુપાંતર” અને “બાલા” નામની બે યોજના અંતર્ગત તેમને દિલ્હીના શિક્ષણની કાયાપલટ કરી અને શિક્ષણનુ સ્તર પણ સુધાર્યુ છે.જ્યારે શિલા દિક્ષીતજીએ સતા સંભાળી ત્યારે અનેક શાળાની ઇમારતો જર્જરીત હતી તેનુ મજબુત સમારકામ કર્યુ અને આધુનિકતાથી સુસજ્જ કરી

“રુપાંતર” યોજના નીચે આવી ૧૨૭ શાળાનુ નવીનીકરણ કર્યુ, અને નવી ૧૨ શાળાઓના પાયા નાખી દીધા હતા, અને સાથે ૯૦૦૦ શિક્ષકોની ભરતી કરવાની કાર્યવાહીને ગતિ આપી ચુક્યા હતા. તેને લઈને દિલ્હીના શિક્ષણમા ખુબ મોટો સુધાર આવ્યો હતો. આમ પણ ભારતમા કોંગ્રેસના શાસનના કામોને પોતાના દફતરે નોંધાવવા એ ભાજપાની આદતને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી અનુસરી રહી છે.

શાળાઓમા શિક્ષકોની બાબતે ભાજપાની ગુજરાત સરકાર અને આપની દીલ્હી સરકાર એક બીજાથી ચઢીયાતી છે, ગુજરાતમા કુલ આશરે ૨૫,૦૦૦ શિક્ષકોની ઘટ છે તેમ દીલ્હીમા ૨૪,૫૦૦ શિક્ષકોની ઘટ છે, જેમ ગુજરાતમા ભાજપા સરકાર “પ્રવાસી શિક્ષક” ની શોધ કરી તેમ દિલ્હીની આમ આદમી પાર્ટીએ દિલ્હીની શાળાઓ માટે “ગેસ્ટ શિક્ષક” ની શોધ કરી અને આવા ૨૨,૦૦૦ શિક્ષકો આજે અધુરા વેતનથી નોકરી કરે છે, અને શરમની વાત તો એ છે કે આ ગેસ્ટ શિક્ષકોના પગાર વધારા બાબતે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીએ મંજુરી આપી દીધી છે છતાં તે ગેસ્ટ શિક્ષકોને તેનો પગાર વધારો મળતો નથી

દિલ્હી વિધાનસભામા ભાજ્પાના ધારાસભ્ય રામવીર બિધુડી કહે છે કે નેશનલ પરફોર્મન્સ ઇન્ડેક્ષ જાન્યુ ૨૦૨૨ મા દિલ્હીની શાળા ૩૨ મા નંબરે છે. ૭૦૦ શાળાઓમા વિજ્ઞાનના ક્લાસની વ્યવસ્થા નથી, ૭૪૫ શાળાઓમા પ્રિન્સિપાલ નથી અને ૪૧૮ શાળાઓમા વાઈસ પ્રિન્સિપાલ નથી. દીલ્હીની સરકારી કોલેજમા ટીચીંગ અને નોન ટીચીંગના કર્મચારીઓના પગાર વધારા બાબતે કેજરીવાલ સરકારનો જવાબ હતો કે અમે પગાર વધારી શકીએ તેમ નથી. ફી વધારો કરો અથવા વેલફરના નાણાનો ઉપયોગ કરો

ઉપરાંત વોકેશનલ ટ્રેનર માત્ર ૧૬૦૦૦/- પગાર ચુકવવામા આવે છે અન્ય પડોશી રાજ્યોમા ૩૨૦૦૦/- ચુકવવામા આવે છે, તેમના પણ પગાર વધારા બાબતે કેજરીવાલ સરકાર મૌન છે. પગાર વધારાની માંગ બાબતે દિલ્હીની આપના શિક્ષણ મંત્રીનો કોઇ જવાબ નથી.

આપ કે ભાજપા સરકાર શિક્ષકોના યોગદાનની કેવી અને કેટલી કદર પોતાના રાજયોમા કરે છે તે પુરો દેશ જાણતો થયો છે, દેશની જનતાને ગુમરાહ કરવામા ભાજપા-આપ મા હોડ જામી છે, કોઇ દિલ્હી મેળવા ગુજરાત મોડલના ઢોલ વગાડ્યા તો કોઇ હવે ગુજરાત મેળવવા દિલ્હી મોડલના ઢોલ ટીપે…પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાત, દિલ્હી નહી પુરા દેશમા કોંગ્રેસે આપલી શિક્ષણની ભવ્ય વિરાસત ઉપર દેશ ઉભ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *