સુરત(surat): શહેરના ઉધના સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન(Pandit Deendayal Upadhyay Bhavan) ખાતે બુધવારે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા(Pradipsinhji Vaghela)એ જણાવ્યું હતું કે, પ્રવાસ, સંપર્ક અને બેઠકના મૂળમંત્ર સાથે સંગઠનને વધુ ને વધુ સંગઠિત કરવાના ધ્યેય સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(BJP state president CR Patil) સમગ્ર રાજ્યના 43 જિલ્લાઓમાં “વન ડે વન ડીસ્ટ્રીકટ”(One Day One District) કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરવાના છે. તેમના આ પ્રવાસ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરશે તેમજ હિન્દૂ ધર્મના વિવિધ સંપ્રદાયના સાધુ-સંતોને મળીને તેમના આશીર્વાદ ગ્રહણ કરશે.
પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આવતીકાલે તા.21/4/2022ને ગુરુવારથી તાપી જિલ્લાના વ્યારા ખાતેથી તેમના “વન ડે વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમનો પ્રારંભ કરશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં અવિરત પ્રવાસ કરી રહ્યા છે તેજ રીતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ દેશભરમાં સતત પ્રવાસ દ્વારા સંગઠનનું સશક્તિકરણ કરી રહ્યા છે. આજે બીજેપીએ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું, દેવોને દુર્લભ એવા કાર્યકર્તાઓના કારણે પક્ષ આ સ્થાન પર પહોંચ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના નેતૃત્વમાં ગુજરાતમાં પાર્ટી અપરાજિત બની છે.તેમના નેતૃત્વ નીચે વિધાનસભાની તમામ 9 પેટા ચૂંટણીમાં પક્ષએ ભવ્ય વિજય મેળવ્યો છે.રાજ્યની 31 જિલ્લા પંચાયતો, તમામ મહાનગરપાલિકાઓ, 231 તાલુકા પંચાયતો પૈકી 213માં તેમના નેતૃત્વ તળે કેસિયો લહેરાયો છે. ત્યારે પ્રદેશના આ પ્રવાસ કાર્યક્ર્મથી સંગઠનને વધુ વેગ મળશે.
પ્રદેશ અધ્યક્ષ પાટીલ “વન ડે વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લામાં એક દિવસ રહેશે.તે દરમિયાન તેઓ સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે.તેમજ ડોકટરો, વકીલો, ઉદ્યોગપતિઓ, દિવ્યાંગો, શ્રમિકો, વિવિધ ક્ષેત્રના આગ્રણીઓને મળશે.ગુરુવારે આ તાપી જિલ્લાના વ્યારાથી કાર્યક્રમના પ્રારંભે પ્રદેશ અધ્યક્ષના ભરચક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં, વિવિધ સંમેલનો, સંવાદ સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.સમગ્ર દેશમાં રાજકીય પક્ષના પ્રદેશ અધ્યક્ષ દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું હોય તેવું સૌ પ્રથમ વાર છે.
ગુરુવારે આયોજિત આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા, શહેર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, જિલ્લા પ્રમખ સંદીપભાઈ દેસાઈ, શહેરના મહામંત્રીઓ મુકેશભાઈ દલાલ, કિશોરભાઈ બિંદલ, કાળુભાઇ ભીમનાથ, મેયર હેમાલીબેન બોઘવાલા, ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી ,દક્ષિણ ગુજરાતના મીડિયા પ્રવક્તા ડો.જગદીશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાતના મીડિયા સહ ઇનચાર્જ દિપીકાબેન ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.