ભારતીય નૌસેના વધુ એક ઘાતક હથિયારને પોતાના ભાથામાં સામેલ કરવા જઈ રહી છે.
સ્કોર્પિયન ક્લાસ પી-75ની ડિઝલ સબમરિન ‘ખંડેરી’ 28 સપ્ટેમ્બરે સંરક્ષણમંત્રી રાજનાથસિંહની હાજરીમાં નૌસેનામાં સામેલ થશે.કલવરી સિરિઝની આ સબમરિન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
ભારતના મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ અને ફ્રાંસની કંપનીના સહયોગથી ભારત સ્કોર્પિયન સબમરિન બનાવી રહ્યુ છે.આ પ્રોજેક્ટ હેઠળની પહેલી સબમરિન 2012માં લોન્ચ થવાની હતી પણ પ્રોજેકટ વિલંબમાં પડી ગયો હતો.
લાંબા ઈંતેઝાર બાદ સ્કોર્પિયન સિરિઝની પહેલી સબમરિન ‘કલવરી’ ગયા વર્ષે નૌસેનામાં સામેલ થઈ હતી.હવે બીજી સબમરિન આ વર્ષે સામેલ થવા જઈ રહી છે.એ પછી આઈએનએસ ‘કરંજ’ પણ નૌસેનાના સબમરિન બેડામાં ઉમેરાશે.
તેની વિશેષતા એ છે કે, દુશ્મન સબમરિન અને જહાજના રડારથી બચવા માટેના વિશેષ ઉપકરણો સાથે તે સજ્જ છે.
આ સિવાય સ્કોર્પિયન ક્લાસની બીજી ત્રણ સબમરિન બની રહી છે.તમામ 6 સબમરિનનને નૌસેનામાં કાર્યરત થતા 2022 સુધીનો સમય લાગશે.
જોકે ભારતના મુકાબલે ચીન વધારે ઝડપથી નૌસેનાનુ અત્યાધુનિકીકરણ કરી રહ્યુ છે.અમેરિકાના સંરક્ષણ વિભાગના કહેવા પ્રમાણે તાજેતરમાં જ ચીને પોતાની નૌસેનામાં ચાર ન્યુક્લિયર પાવર ધરાવતી બેલેસ્ટિક મિસાઈલ સબમરિન, 6 ન્યુક્લિયર પાવર એટેક સબમરિન અને બીજી 50 પરંપરાગત ડિઝલ સબમરિન સામેલ કરેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.