મશીનમાં દુપટ્ટો ફસાતા ગળેફાંસો લાગ્યો, બે દીકરાએ નાની ઉંમરે ગુમાવી માતાની છત્રછાયા ‘ઓમ શાંતિ’

રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટ(Rajkot) માંથી એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં કોઠારિયા રોડ (Kotharia Road) પર મેઘાણીનગર (Meghaninagar)માં રૂ પીંજવાના મશીન (Machine)માં દૂપટ્ટો ફસાઈ જતા ગળેફાંસો આવી ગયો અને યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, શહેરના દૂધ સાગર રોડ પર રિદ્ધિ સિદ્ધિ સોસાયટી (Riddhi Siddhi Society)માં રહેતી રેશ્માબેન કાદરભાઇ પરમાર (Reshmaben Kadarbhai Parmar) પીંજારા પરિણીતાનું મોત નીપજતાં અરેરાટી છવાઈ જવા પામી છે.

જાણવા મળ્યું છે કે, રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી રેશ્માબેન ગઇકાલે પતિ કાદર પરમાર સાથે કોઠારિયા રોડ પર કેદારનાથ સોસાયટી નજીક મેઘાણીનગરમાં રૂ પીંજવાનો ઓર્ડર આવ્યો હોવાથી પતિને મદદ કરાવવા સાથે ગઇ હતી. ત્યારે રિક્ષામાં ફીટ કરાયેલા મશીનથી રૂ પીંજવાનું કામ ચાલુ હતું.

આ દરમિયાન, રેશ્માબેને ગળામાં રાખેલો દૂપટ્ટો ઉડીને મશીનમાં ફસાઇ જતાં ખેંચાઇ જવાને કારણે તેમને ફાંસો લાગી જતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાં દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ જવા પામ્યો હતો.

મળતી માહિતી મુજબ, મૃત્યુ પામનાર રેશ્માબેનને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક ત્રણ વર્ષનો અને બીજો પાંચ વર્ષનો છે. માતા-પિતા પણ તેની સાથે જ બાજુના રૂમમાં રહે છે. આ બનાવથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બાદમાં આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા ભકિતનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *