આજે ગુજરાત ભાજપની ટીમ કેજરીવાલનું દિલ્હી મોડલ જોવા જશે- જાણો ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને શું આપી સલાહ?

આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત(Gujarat) અને હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) જોરશોરથી લડવાની તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત હિમાચલ પ્રદેશ અને ગુજરાતના પ્રવાસે છે. આ બંને રાજ્યોના પ્રવાસ દરમિયાન કેજરીવાલ અને સિસોદિયા સહિત AAPના તમામ નેતાઓએ કેજરીવાલના દિલ્હી મોડલની વાત કરતાં બંને રાજ્યોની ભાજપ(BJP) સરકારો પર વારંવાર પ્રહારો કર્યા હતા.

ગુજરાતમાં હવે ભાજપે અરવિંદ કેજરીવાલના આ દિલ્હી મોડલની પોલ ખોલવાની યોજના બનાવી છે. આ દિલ્હી મોડલની સમીક્ષા કરવા માટે ગુજરાત ભાજપે તેના 17 નેતાઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી મોકલવાનું નક્કી કર્યું છે. અરવિંદ કેજરીવાલ સરકારના દિલ્હી મોડલનું ‘નિરીક્ષણ’ કરવા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત લેશે, જેમાં ભૂતપૂર્વ મંત્રીઓથી લઈને ધારાસભ્યો સામેલ છે.

ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને કહ્યું…
ત્યારે આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, સૌ પ્રથમ તો સ્કૂલ અને હોસ્પિટલ સહિત મુદ્દાની રાજનીતિમાં આવવા બદલ ભાજપવાળાનું સ્વાગત. કેજરીવાલે કહ્યું હતું કે, ‘રાજનીતિ બદલવા આવ્યા છીએ’ ત્યારે ભાજપને આમ આદમી પાર્ટીના એજેન્ડા ઉપર આગળ વધતા જોઈને ખુશી થાય છે. અને જોવા ગયા જ છો તો કાંઈક શીખીને આવજો, ડેલે હાથ દઈને પાછા ન આવતા.

ઇસુદાન ગઢવીએ જાણો શું કહ્યું…
આ મુદ્દા અંગે ઇસુદાને ફેસબુક પર જણાવતા કહ્યું છે કે, આનું નામ શુદ્ધ રાજનીતિ કેવાય !આજે ભાજપના નેતાઓ દિલ્હીની સ્કૂલ અને મોહલ્લા ક્લિનક જોવા જવાનું નક્કી કર્યું !પહેલી વખત પ્રજાના મુદા પર રાજનીતિ થઇ રહી છે એ જાણીને આનંદ થયો !બીજું કે આ વાત દિલ્હીના શિક્ષણ મંત્રીને ખબર પડી કે તુરંત એમણે 5 ધારાસભ્યોને સૂચના આપી કે તેઓ જ્યાં પણ ભાજપના નેતા સ્કૂલ જોવા માંગે ત્યાં સન્માન પૂર્વક લઇ જાવ !બીજી બાજુ મનીષ જી અહીં સ્કૂલ જોવા આવ્યા ત્યારે તો કોઈ ભાજપના ધારાસભ્ય રહ્યા નહોતો !એટલું જ નહીં મનીષ જી એ શિક્ષણમંત્રીને અને મુખ્યમંત્રીને પણ સ્કૂલ જોવા આમંત્રણ પાઠવ્યું હતું પણ ખેર એ તો ના આવ્યા !પણ અહીંથી ગયેલા નેતાઓને વિનંતી કે સારું નિરીક્ષણ કરીને પછી ગુજરાતમાં એનો અમલ કરાવજો અને ભાજપના નેતાઓની ખાનગી શાળાઓ બંધ પણ કરાવજો !

ભાજપના દિલ્હી પ્રદેશ ઉપાધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે, 17 સભ્યોના પ્રતિનિધિમંડળમાં ભૂતપૂર્વ પ્રધાનો, રાજ્ય વિધાનસભાના સ્પીકર અને ગુજરાતના ભાજપના ધારાસભ્યોનો સમાવેશ થશે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે અને આમ આદમી પાર્ટી (AAP) રાજ્યમાં પોતાનો આધાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અને ઘણા વરિષ્ઠ AAP નેતાઓ તાજેતરના મહિનાઓમાં બેઠકો અને રોડ શો માટે રાજ્યની મુલાકાતે છે.

સચદેવાએ કહ્યું, “ભાજપનું પ્રતિનિધિમંડળ તેની બે દિવસની મુલાકાત દરમિયાન જોશે કે ગુજરાતમાં ચૂંટણી પહેલા અરવિંદ જરીવાલ દ્વારા ખોટા અને પ્રચાર આધારિત દિલ્હી મોડલનો કેવી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યના ભાજપના નેતાઓ પાણી અને વીજ પુરવઠા સહિત દરેક ક્ષેત્રમાં અરવિંદ કેજરીવાલ સરકારના કહેવાતા દિલ્હી મોડલની વાસ્તવિકતા શોધી કાઢશે.

એવું માનવામાં આવે છે કે, ગુજરાત ભાજપની ટીમ અરવિંદ કેજરીવાલ સરકારના દિલ્હી મોડલની વાસ્તવિકતા જાણશે અને તે પછી પાછા ફરીને ગુજરાતની જનતાની સ્થિતિ આંખે દેખીને કહેવાનો પ્રયાસ કરશે, જેથી આમ આદમી પાર્ટી ચૂંટણીમાં કોઈ ફાયદો ન થાય. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે છે અને દિલ્હી મોડલની ચર્ચા પણ કરતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *