અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવાર ના રોજ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે મુલાકાત કરશે. મંગળવાર ના રોજ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હ્યૂસ્ટનમાં ‘હાઉડી મોદી’ ઈવેન્ટ પછી ન્યૂયોર્કમાં ટ્રમ્પ-મોદીની મુલાકાત થશે. ટ્રમ્પ રવિવાર રાત સુધી માં ન્યૂયોર્ક પહોંચશે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભનું 74મું સત્ર પણ યોજાશે.
મોદી-ટ્રમ્પ વચ્ચે ચોથી મુલાકાત:
અધિકારીના જણાવ્યા મુજબ,જૂનથી સપ્ટેમ્બર વચ્ચે મોદી-ટ્રમ્પ વચ્ચે આ ચોથી મુલાકાત હશે. ન્યૂયોર્કમાં થનાર આ મુલાકાતને ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારત અને પાકિસ્તાનના નેતાઓ વચ્ચે ટ્રમ્પની મુલાકાત ન્યૂયોર્કમાં થશે:
બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય, વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓને લઈને વાતચીત થશે. આમા દ્વિપક્ષીય વેપારમાં મતભેદ, રક્ષા અને ઊર્જા ક્ષેત્રની સંભઆવના તેમજ અફઘાનિસ્તાનમાં શાંતિને સ્થાપિત કરવાની પ્રક્રિયા જેવા મુદ્દા હશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ટ્રમ્પ મોદીની પહેલા ઇમરાન ખાન નું સ્વાગત કરીને તેમની સાથે મુલાકાત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.