આજના આધુનિક યુગમાં દીકરીઓ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી. તેમજ જે વ્યક્તિને પોતાના જીવનમાં સફળ થવું જ હોય, તેઓ કોઈ પણ રીતે સફળતા(Success) મેળવીને જ રહે છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જે પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે, સફળ થવા માટે શરીર નહિ, પરંતુ મન મક્કમ હોવું ખુબ જ જરૂરી છે. ત્યારે હાલ આપણે ગુજરાત (Gujarat)ની આવી જ એક દીકરી વિશે જાણવાના છીએ.
મળતી માહિતી અનુસાર, જન્મથી જ દિવ્યાંગ એવા શાંતિબેન માધાપરના ચોબારીના રહેવાસી છે. તેમને પોતાનો પ્રાથમિક અભ્યાસ પોતાના જ ગામમાં જ પૂરો કર્યો હતો. તેઓ અપંગ હોવા છતાં કયારેય પોતાની જાતને બીજાથી ઓછીના માનતા ન હતા અને તેમનામાં પહેલાથી જ કઈ કરવાનો જુસ્સો હતો. તેમને પોતાના પર આત્મવિશ્વાસ હોવાને કારણે ર્તેઓએ પોતાના જીવનમાં સફળતા પણ પ્રાપ્ત કરી છે. તો ચાલો જાણીએ…
પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાંતિબેન કોલેજના બીજા વર્ષમાં આવ્યા ત્યારે તેમને તલાટીની પરીક્ષા પાસ કરી હતી. તેથી તેઓ કોલેજ પુરી કર્યા પહેલા જ તેમની પાસે નોકરી હોવાને કારણે તેઓ પરિવારનો સહારો બન્યા હતા. આ પછી પણ તેમણે પોતાની તૈયારીઓ ચાલુ જ રાખી હતી. જેના કારણે તેમણે ઘણીં પરીક્ષાઓ પાસ કરી અને ત્યારબાદ તેમણે GPSC પાસ કરીને અધિકારી બનવાનું નક્કી કર્યું હતું.
જેને પગલે તેમણે GPSCની તૈયારી કરી પહેલી પરીક્ષા આપી હતી. જેમાં તેઓ ફક્ત 8 માર્કથી રહી ગયા હતા. તેમની બીજી ટ્રાય કર્યો પણ તે તેમાં થોડા માટે આવતા આવતા રહી ગયા હતા. તેમ છતાં પણ તેમણે ક્યારેય હાર માની ન હતી અને પોતાની મહેનત ચાલુ જ રાખી હતી. ત્યારે આખરે GPSC પાસ કરીને નાયબ કલેકટરની પોસ્ટ મેળવીને પોતાનું સપનું પૂરું કર્યું સાથે સાથે પંખીના માળા જેવડા ગામનું નામ આખા રાજ્યમાં રોશન કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.