બનાસકાંઠાના ડીસા (Disa, Banaskantha) માં ગુજરાત સરકારની ગૌરવ યાત્રા પછી મુખ્યમંત્રીની જાહેર સભામાં હંગામો મચી ગયો હતો. જાહેરસભામાં અચાનક એક યુવક ભાજપનો ખેસ પહેરીને મુખ્યમંત્રીની આટલી સિક્યુરીટી હોવા છતાં સ્ટેજ પર પહોંચી જતાં સભામાં દોડધામ મચી ગઇ હતી. યુવક સ્ટેજ પર મુખ્મંત્રી પાસે પહોચતા જ પોલીસ અને કાર્યકરોએ તાત્કાલીક યુવક પકડી સ્ટેજ ઉપર થી નીચે ઉતારી દીધો હતો. યુવક જયારે સ્ટેજ પર ચઢ્યો ત્યારે તેના હાથમાં એક પત્ર જોવા મળ્યો હતો જે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે સોમવારે યુવકે પોતે મીડીયા સમક્ષ આવી અને તે ઘટના અને ચિઠ્ઠીનો રહસ્ય ખોલ્યો છે.
યુવક રોહીત માળીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ‘અમે છેલ્લા કેટલાંય સમયથી વારંવાર ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ધક્કા ખાઇએ છીએ. પરંતુ ગાંધીનગરમાં અમને મળવા દેવામાં આવતાં નથી. જેથી ડીસામાં મુખ્યમંત્રી આવ્યા હોવાથી 4 મુદ્દાની ચિઠ્ઠી સાથે રજૂઆત કરવા ગયો હતો. જોકે, હું રજૂઆત કરું પહેલાં તે પોલીસે આતંકવાદી ઝડપ્યો હોય તે રીતે મને દબોચી રજૂઆત કરવા દીધી ન હતી.’ અમારી રજૂઆત હતી કે, ‘સરકાર વર્ષ -2018 માં તલાટીના ફોર્મ ભરાયા છે. જેની હજુ સુધી પરીક્ષા લઇ શકી નથી. તો એ પરીક્ષા તાત્કાલીક લેવાય.
View this post on Instagram
આ ઉપરાંત એલ.આર.ડી.ની ભરતી બાબતે અને ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે તેમજ ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિમાં લૂંટવામાં આવે છે. તે લૂંટ બંધ થાય તે 4 મુદ્દાની રજૂઆત હતી. પરંતુ અમને રજૂઆત કરવા દીધી નથી અને લોકશાહીમાં દરેકને રજૂઆત કરવાનો હક્ક હોય છે. પરંતુ લોકોના મતથી ચૂંટાયેલી સરકાર કોઇની રજૂઆત સાંભળવા તૈયાર નથી. આથી હવે જ્યારે જ્યારે ભાજપની સભા થશે ત્યાં અમે આ રીતે જ વિરોધ કરીશું.’
આ બનાવની વિગત એવી છે કે, ડીસામાં આવેલા માર્કેટયાર્ડમાં જ્યારે મુખ્યમંત્રીની સભા ચાલુ હતી. તે દરમિયાન યુવક રોહીત માળી લેખિતમાં રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીની આટલી સિક્યુરીટી હોવા છતાં સ્ટેજ પર પહોંચી ગયો હતો. કાર્યક્રમ પૂરો થતાં જ મુખ્યમંત્રી સભા સ્થળ છોડી રહ્યા હતા. તે દરમ્યાન રોહિત માળી સ્ટેજ પર પહોંચી જતાં પોલીસે અને ભાજપના કાર્યકરોએ આ યુવકને મુખ્યમંત્રી નજીક જતાં અટકાવીને તેના હાથમાં રહેલો કાગળ ખેચીને છીનવી લીધો હતો. ત્યારબાદ રોહીત માળીને સ્ટેજથી દુર લઇ જઈ અટકાયત કરી હતી.
મુખ્યમંત્રીની આટલી સિક્યુરીટી હોવા છતાં યુવક સ્ટેજ પર પહોચી જાય ત્યારે સિક્યુરીટી પર કેટલાય સવાલ ઉભા થાય છે. પોલીસે યુવકની અટકાયત કર્યા પછી લોકોમાં અનેક સવાલો ઉઠયા હતા કે, યુવક સ્ટેજ પર કેમ ચઢ્યો અને તેના હાથમાં રહેલા કાગળમાં શું લખાણ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.