ફરી સક્રિય થયું રશિયા-યુક્રેન યુદ્ધ, રશિયાની બે મિસાઈલો યુક્રેનના પોલેન્ડમાં ત્રાટકી

યુક્રેન અને રશિયા વચ્ચે ફરીથી યુદ્ધ શરુ થઇ ગયું છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનું પુન:વિરામ આવી ગયું હતું ત્યારે અચાનક ફરીથી બંને દેશો વચ્ચે થોડા સમયના વિરામ પછી ફરીથી યુદ્ધની શરૂઆત થઇ ગઈ છે. યુક્રેન સાથે આઠ મહિનાથી યુદ્ધ કરી રહેલા રશિયાએ અચાનક છોડેલી બે મિસાઈલ યુક્રેનને અડીને આવેલા દેશ પોલેન્ડમાં મિસાઈલ પડતા વિશ્વભરમાં વિખવાદ સર્જાયો છે. જયારે આ મિસાઈલ હુમલામાં બે લોકોના મુત્યુ થયા છે. પોલેન્ડ દેશ નાટોનો સભ્ય છે. પોલેન્ડમાં તાત્કાલીક સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. બાલીમાં જી-20 દેશોની બેઠક વચ્ચે જ અમેરિકી પ્રમુખ જો બાઈડને જી-7 તથા નાટો દેશોની તાત્કાલિક બેઠક બોલાવી છે. રશિયા દ્વારા છોડવામાં આવેલ બે મિસાઈલ પોલેન્ડમાં માનવ વસતી ધરાવતા પુર્વ ક્ષેત્રમાં પડતા બે લોકોના મુત્યુ થયા છે.

આ ઘટના બનતા જ પોલેન્ડના વડાપ્રધાન માટુસ્જ મોરાવિકીએ તાત્કાલીક કેબીનેટની બેઠક બોલાવીને પરીસ્થિતિની ચર્ચા કરી હતી તથા સૈન્યને એલર્ટના રહેવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ મામલે પોલેન્ડ સરકારે તાત્કાલિક રશિયન રાજદુતને પણ સમન્સ બજવવામાં આવ્યું હતું અને કયા કારણો સર અમારા દેશ પર મિસાઈલ છોડવામાં આવી તેનો જવાબ માંગવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના નિવેદન પ્રમાણે રશિયાએ યુક્રેન પર ભયાનક હુમલો કર્યો હતો અને તેમાં સૈન્ય માળખાને ધ્વસ્ત કરાયુ હતું. આ દરમ્યાન બપોરે 3.40 કલાકે અચાનક રશિયન બનાવટની મિસાઈલ પોલેન્ડના માનવવસ્તી ધરાવતા ગામડામાં ત્રાટકી હતી અને બે લોકોના મુત્યુ થયા હતા.

નાટોના મહાસચિવ સ્ટોલટેન બર્ગે પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડુડા સાથે વાતચીત કરી હતી અને જાનમાલની નુકશાની પર શોક દર્શાવ્યો હતો. જયારે નિયમ મુજબ કોઈપણ સભ્ય દેશ પર હુમલો કરવામાં આવે તો સમગ્ર નાટો પર આક્રમણ થયું છે તેવું ગણવામાં આવે છે અને તેમાં ભેગા મળી સંયુક્ત જવાબ આપવામાં આવે છે. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવકતાએ કહ્યું કે પોલેન્ડ રીપોર્ટની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પોલેન્ડમાં મિસાઈલ ત્રાટકવાની ઘટનાએ સમગ્ર વિશ્વને ધ્રુજાવી દીધુ છે અને વધુ એક યુદ્ધ થાય તેવી આશંકા વ્યક્ત થવા લાગી છે.

આઠ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન મહાસતા કહેવાથી રશિયાને હંફાવી રહ્યું છે. બે દિવસ પહેલા જ રશિયા પાસેથી ખેરસાનનો કબ્જો પાછો છીનવી લીધો હતો અને તેને પગલે ઘેલા બનેલા રશિયાએ ફરી એક વખત યુક્રેન પર અચાનક ભયાનક મિસાઈલમારો કર્યો હતો. ન્યુઝ એજન્સીના રિપોર્ટમાં એમ દર્શાવ્યુ હતું કે યુક્રેનના શહેરો પર રશિયાએ મિસાઈલોનો વરસાદ વરસાવ્યો હતો તેમ 100થી વધુ મિસાઈલ યુક્રેન પર છોડી હતી. યુક્રેનના એક ડઝન જેટલા મોટા શહેરોમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા હતા અને શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. આ ભયંકર હુમલામાં મોટા પ્રમાણમાં નુકશાન થવાની આશંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *