ટ્રેનની ટક્કર લાગતા RPF જવાનનું નિધન, પરિવાર પડ્યું ફાટી પડ્યું આભ- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): પાલનપુર(Palanpur)ના મલાણા(Malana) ગામના RPF જવાનનું શુક્રવારના રોજ મુંબઇ ચર્ચગેટ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની ટક્કરને કારણે નિધન થયું હતુ. જેમના મૃતદેહને રવિવારે એટલે કે આજરોજ વતન મલાણા ખાતે લાવી અંતિમયાત્રા કાઢવામાં આવશે.

જણાવી દઈએ કે, મલાણા ગામના ભરતભાઇ નાનજીભાઇ પ્રજાપતિ રેલવે RPFમાં એએસઆઇ તરીકે મુંબઇમાં ફરજ બજાવતાં હતા. તેમના સબંધી પાલનપુરના દિપેશભાઇ પ્રજાપતિએ જણાવતા કહ્યું હતુ કે, RPFના આઇ. જી. સાથે થયેલી વાતચિત મુજબ મુંબઇ ચર્ચગેટ રેલવે સ્ટેશને ટ્રેન ઉપર પથ્થરમારો થયો હોઇ ભરતભાઇ ને ત્યાં તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.

આ દરમિયાન ટ્રેક ઉપર પાછળથી ટ્રેનની ટક્કર લાગવાને કારણે નિધન થયું હતુ. જેમના મૃતદેહને સૂર્યનગરી એક્ષપ્રેસ ટ્રેનમાં પાલનપુર લાવવામાં આવશે. રવિવારના રોજ સવારે વતન મલાણામાં અંતિમયાત્રા નિકાળી અંતિમ વિદાય આપવામાં આવશે. પત્ની આશાબેન, મોટી દીકરી અંજનાબેન અને પુત્ર ધૃવ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરતભાઇ પ્રજાપતિ 17 વર્ષથી RPFમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા અને આઠ મહિના અગાઉ મુંબઇ પોસ્ટીગ થયું હતુ. તેમનો પરિવાર પાલનપુર શક્તિકૃપા સોસાયટીમાં રહેતો હતો અને જ્યારે ભરતભાઇ મુંબઇ રહેતા હતા. RPF જવાનની નિધન થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઘરમાં માતમ છવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *