ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ને લઈ આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે. આ પહેલા સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટરનો ધ્રુસકે-ધ્રુસકે રડતા હોય તેવો વિડીયો વાયરલ(Viral video) થયો છે. સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનો રડતો વિડીયો વાયરલ થયો છે. AAPના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા(Dharmendra Vavliya) ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. ફેસબુક લાઇવ વખતે તેઓ ભાવુક થઈને રહી પડ્યા હતા. તેમના ફેસબુક લાઇવ(Facebook Live)માં લોકોએ કોમેન્ટ કરીને લખ્યું કે, આ તો કેજરીવાલ કરતાં પણ મોટો નૌટંકીબાજ છે. જ્યારે અમુકે જનતા આમ આદમી પાર્ટીની સાથે છે.
લાઈવ વિડીયોમાં લોકોએ કરી કોમેન્ટસ:
ધ્રુસકે ધ્રુસકે રડી પડેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ફેસબુક લાઇવ દરમિયાન લોકોએ અલગ અલગ કોમેન્ટનો મારો ચલાવ્યો હતો. જેમાં આપજ બીજા સાફ હો, એક નંબર નો જુઠો માણસ છે, એક મોકો સુ હવે તો એક ધોકો નથી વો એક મત નથી દેવાનો, આમ આદમી ની જરુર છે, ભાઇ હર હંમેશ માટે નાના માણસો માટે લડે છે આપ આદમી પાર્ટી ને એક મોકો જેવી અનેક કોમેન્ટ લોકો દ્વારા કરવામાં આવી હતી.
5 ડિસેમ્બર એટલે કે કાલે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.