હાલ આપણે સૌ જાણીએ છીએ કે લોકો પોતાનો જન્મદિવસ પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે મનાવતા હોય છે અને કેટલાક લોકો તો હોટલમાં જઈને પણ ઉજવણી કરતા હોય છે અને જન્મદિવસ પર હજારો લાખો રૂપિયાનો ખર્ચ પણ કરતા હોય છે. પરંતુ આજે કંઈક એવી વાત કરીશું જેમાં એક માતા પિતાએ પોતાના દીકરીના જન્મદિવસ પર એવું કાર્ય કર્યું કે જેનાથી સૌ કોઈએ પ્રેરણા પણ લેવી જોઈએ. વાત કંઈક એવી છે કે મીરજાપુર (Mirzapur) ના અપરાજિતા સિંહ અને અમરદીપ સિંહ જેવો એ પોતાની દીકરી સાહીબાના જન્મદિવસ પર 100 એવી ગરીબ ઘરની દીકરીઓના લગ્ન કરાવ્યા.
દીકરી સાહીબા નો જન્મદિવસ ચાર ડિસેમ્બરના દિવસે હતો,ત્યારે તેમના માતા પિતાએ તે જ દિવસે 100 ગરીબ ઘરની દીકરીના લગ્ન કરાવી તેમનું કન્યાદાન પણ કરીને સમાજમાં માનવતા મહેકાવી હતી અને તેમણે વિચાર્યું કે જન્મદિવસના દિવસે હોટલમાં હજારો રૂપિયા નો ખર્ચ કરવા કરતા જો કોઈ ગરીબની મદદ કરીએ તો તેનાથી વિશેષ કશું ન કહેવાય અને ઘણા લોકોનું જીવન પણ સુધારી શકાય છે.
મિરઝાપુરના આ માતા પિતાએ આજે સમાજમાં માનવતા મહેકાવ અને એક અનોખું ઉદાહરણ સમાજ સામે પૂરું પાડ્યું છે કે આજે સૌ કોઈ લોકો પોતાના જન્મદિવસ પર પોતાના મિત્રો અથવા સંબંધીઓ સાથે ઉજવણી કરતા હોય છે ત્યારે આ માતા-પિતાના ઉજ્જવળ પ્રયાસથી આજે 100 દીકરીઓના નસીબ ઉઘડિયા અને એ દીકરીઓના આશીર્વાદ પણ તેમને મળ્યા. એટલું જ નહીં પરંતુ તેમણે ખૂબ જ ધામધૂમથી એ દીકરીઓના લગ્ન કરાવ્યા.
આ 100 દીકરીઓ પૈકી ઘણી એવી દીકરીઓ હતી કે જેમના માતા પિતા પણ હયાત નહોતા તેઓને તેમના માતાની કે પિતાની ખોટ ન વર્તાય તે રીતે ધામધૂમથી કન્યાદાન કરીને એ ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન કરાવ્યા. ઘણા એવા લોકો હોય છે કે જેઓ આવી રીતે કંઈક અલગ કાર્ય કરીને સમાજ સામે અનોખું ઉદાહરણ પૂરું કરતા હોય છે. તે પૈકી મીરજાપુરના આ દંપતીએ પણ પોતાની દીકરીના જન્મદિવસ પર 100 ગરીબ કરને દીકરીઓના લગ્ન કરાવીને લોકો સાથે ખુશીઓ વહેચી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.