અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj)માં બાઇક સવારને બચાવવા માટે સ્પીડમાં આવતી બસ રોડ પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં શાળાના બે બાળકોના મોત થયા હતા. જ્યારે 35 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ બસ જૌનપુર (Jaunpur)ની એક શાળામાંથી બાળકોને લઈને પ્રયાગરાજમાં પ્રવાસ માટે આવી રહી હતી.
મળતી માહિતી અનુસાર, આ ઘટના શનિવારે સવારે હાંડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ અકસ્માત થતાં જ ત્યાં હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. જ્યારે, મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. સાથે જ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
બીજી તરફ ગંગાનગરના ડીસીપી અભિષેક અગ્રવાલે જણાવ્યું કે, જૌનપુરની શ્રીમતી કાંતિ દેવી જનતા વિદ્યાલય પરમાનપુરથી એક ખાનગી બસ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે પ્રયાગરાજના પ્રવાસ માટે આવી રહી હતી. આ બસમાં 75 બાળકો અને 8 સ્કૂલ સ્ટાફ સહિત કુલ 83 લોકો સવાર હતા. બસની ઝડપ ખૂબ જ ઝડપી હતી. બસ હાંડિયામાં હાઈવે પર પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બાઇક આગળ વધી રહી હતી. તેને બચાવવાના ચક્કરમાં બસ રોડની વચ્ચે પલટી ગઈ હતી.
અકસ્માત થતાં જ ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી. આ અકસ્માતમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 35 લોકો ઘાયલ થયા છે. ત્યાં હાજર લોકોએ પોલીસને જાણ કરી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ અંકિત અને અનુરાગ તરીકે થઈ છે. બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. તેમજ હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.