ધારા 370 હટાવ્યા બાદ પાકિસ્તાન નવા-નવા પેંતરા અજમાવી રહ્યું છે. આતંવાદીઓને આશ્રય આપવા માટે વિશ્વ સમક્ષ ખુલ્લુ પડી ગયેલું પાકિસ્તાન હવે બેશરમ બનીને નવીન હથકંડા અજમાવી રહ્યું છે. કરતારપુર કોરિડોરનાં બહાને પાકિસ્તાન નવી ચાલ ચાલી રહ્યું છે. પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે તે, કરતારપુર કોરિડોરનાં ઉદ્ધાટન માટે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહને આમંત્રણ પાઠવશે. તેમજ પાકિસ્તાન સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત નહિં કરે. સમગ્ર વિશ્વમાં વસતા શીખ સમુદાયનાં શ્રદ્ધાળુઓ માટે કરતારપુર સાહિબ મહત્વનું ધાર્મિક સ્થળ છે. આગામી 9 નવેમ્બરે કરતારપુર કોરિડોર ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.
અહીં ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે. તેમજ આ મામલે વિશ્વ મંચ પરથી પાકિસ્તાનને લપડાક મળી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ ભારતે પાકિસ્તાનને સણસણતા સવાલો કરતા ઉભી પૂંછડીએ નાઠ્યું હતું. તેમજ યુએનજીએમાં પણ પોતાનાં ભાષણ દરમિયાન પાકિસ્તાનાં વડાપ્રધાન ઇમરાન ખાને માત્ર કાશ્મીરમાં માનવઅધિકાર ભંગનો લવારો કર્યો હતો. જો કે વિશ્વભરમાંથી આવેલા નેતાઓ પર તેમની વાતોની કોઇ અસર થઈ નથી. અનેક વખત પાકિસ્તાન સરકારનાં મંત્રીઓએ યુદ્ધ કરવાની લુખ્ખી ધમકી આપી છે.
પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી તેમજ પાકિસ્તાનનાં રેલવે મંત્રી શેખ રશીદ અહેમદે અનેક વખત પરમાણું યુદ્ધ કરવાની લુખ્ખી ધમકી આપી હતી. તેમજ વડાપ્રધાન ઇમરાન ખાને પણ કાશ્મીર મામલે યુદ્ધ કરવાની ધમકી આપી હતી. જો કે આ તમામ વાતો માત્ર પોકળ સાબિત થઇ છે. જો કે હવે પીએમ મોદીને આમંત્રણ ન આપવાનું કહીને પાકિસ્તાન સરકારે વધુ એક પેંતરો રચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.